________________
સંકલ્પસિદ્ધિ
આપણું બાપ-દાદાઓ પ્રકૃતિની વધારે નજીક હતા, તેથી આરોગ્યભર્યું આનંદમય જીવન ગાળતા હતા. તેમને રિગ ભાગ્યેજ થતું અને થાય તે ઘરગથ્થુ સાદા ઉપચારથી મટી જતું. કેઈ અસાધારણ બિમારી સિવાય તેઓ વૈદ્ય, હકીમ કે ડોકટર પાસે જતા નહિ. એ રીતે તેમને રેગનિવારણ અંગે એક કુટુંબનું બાર મહિનાનું ખર્ચ દશવીશ રૂપિયાથી વધારે ભાગ્યે જ આવતું, જ્યારે આજે તે સામાન્ય સ્થિતિના માણસને પણ દર વર્ષે રૂપિયા ત્રણસો-ચારસે કે તેથી પણ વધુ ખર્ચ આવે છે અને તેમ છતાં પૂરું આરોગ્ય તે પ્રાપ્ત થતું જ નથી. - આ બધી પરિસ્થિતિનો ખ્યાલ કરીએ છીએ, ત્યારે એમજ થાય છે કે આપણે દરેક બાળકને શાળાના અભ્યાસ દરમિયાન પ્રાકૃતિક ચિકિત્સા તથા માનસપચારનું જ્ઞાન ને ફરજિયાત આપવું જોઈએ, જેથી તેઓ ઓછા ખર્ચે અને 'ઓછી મહેનતે પિતાની શરીર સુખાકારી જાળવી શકે અને વધારે તંદુરસ્ત-વધારે શક્તિશાળી પ્રજાને પેદા કરી શકે.
આપણુ મનનું સ્વરૂપ પ્રકટ અને ગુપ્ત એમ બે પ્રકારનું છે, એ વાત અમે પૂર્વે પાંચમા પ્રકરણમાં સ્પષ્ટ કરી ગયા છીએ. તેમાં પ્રકટ મન કરતાં ગુપ્ત મનનું પ્રમાણ ઘણું મોટું છે-આશરે નવગણુંઅને તે રેગનિવારણની બાબતમાં ઘણે અગત્યનો ભાગ ભજવે છે, એ ભૂલવાનું નથી. ત્યાં અમે એ વસ્તુ પણ સ્પષ્ટ કરી છે કે આ મન પર સૂચન (Suggestion) za $2441 (Imagination) at otell