________________
આપણે આપણી
લઈએ અને છાએ, તેવીજ
સંકલ્પશક્તિ દ્વારા રેગનિવારણ
૧૯૭ તેણે, ચિંતા, ક્રોધ, ઈર્ષા, દ્વેષ તથા ઉદાસીનતાના વિચારે છેડીને પ્રેમ, દયા, સંતોષ, આનંદ, પ્રસન્નતા તથા આરોગ્યના જ વિચાર કરવા જોઈએ.
ઓરિસન સ્વેટ માર્ડને કહ્યું છે કે આપણે વ્યાધિનું ચિંતન કરીને કદી પણ આરોગ્ય મેળવી શકીશું નહિ. અપૂર્ણતાને વિચાર કરીને કદી પૂર્ણતા મેળવી શકીશું નહિ. તેમજ અસ્વસ્થતાને વિચાર કરીને કદી પણ સ્વસ્થતા પ્રાપ્ત કરી શકીશું નહિ.
આપણે આપણું મનમાં નિરંતર આરોગ્ય અને સ્વસ્થતને ઉચ્ચ આદર્શ રાખવો જોઈએ અને આપણે જેવી રીતે અપરાધ કરવાની લાલચની સામે થઈએ છીએ, તેવી જ રીતે આપણે અશાંતિમાં પ્રત્યેક વિચારની–શાંતિના પ્રત્યેક શત્રુની સામે યુદ્ધ કરવું જોઈએ. તમારી પ્રકૃતિની જે સ્થિતિ તમે ઈચ્છતા ન હ તે વિષે કદી પણ વાતચીત કે ચર્ચા કરશે નહિ, તમારી વેદનાઓનો વિચાર કરશે નહિ, કિંવા રોગનાં ચિહા તપાસશે નહિ. વૈદ્ય જણાવે છે કે, જે માણસ પિતાની પ્રકૃતિને અભ્યાસ કર્યા કરે છે, પિતાની જાત વિષે વિચાર કર્યા કરે છે અને પિતાના રોગનાં લક્ષણે તપાસ્યા કરી રોગનું લેશ પણ ચિન્હ જણાતાં ગભરાઈ ઉઠે છે, તે કદી પણ નીરોગી રહી શકતો નથી.
એટલે ખરી જરૂર વિચાર–પરિવર્તનની છે, આપણી ભાવનાઓમાં પલટો લાવવાની છે, આપણુ આરોગ્યવિષયક સંકલ્પને વધારે દઢ બનાવવાની છે. જે તમે ભય, ચિંતા,