________________
[૧૮] સંકલ્પશક્તિ દ્વારા રોગનિવારણ
નીરોગી રહેવાના પ્રયત્નો કરવા છતાં કઈ રોગ ઉત્પન્ન થાય, તે તેથી ગભરાવાની જરૂર નથી. જે ગભરાયા તે એ રેગ તમારા માથે ચડી બેસશે અને તમારા મનનાં નહિધારેલી વ્યથા-નહિ ધારેલે સંતાપ પેદા કરશે.
“અરેરે ! મને રેગ કયાંથી લાગુ પડે? હવે મારું શું થશે? એની વેદના મારાથી સહેવાતી નથી! અરે ! કેઈ તે મારા માટે કંઈક કરે!” આ કે આ પ્રકારના શબ્દ તમે ભલા થઈને હરગીઝ ઉચ્ચારશે નહિ, કારણ કે આથી રેગનાં મૂળ ઊંડા જશે અને તે વૃદ્ધિ પામવા લાગશે.
“સુખસમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી” એ આપણું નીતિકારોએ આપણને આપેલી સોનેરી. શિક્ષા છે અને તેને અનુસરવામાં જ આપણું શ્રેય છે. જરા હિંમત રાખે, ટટાર થાઓ અને રેગને સામને કરવાની. તૈયારી કરે, એટલે રેગના પગ ડગમગવા લાગશે. ભયથી સંવેદનની માત્રા વધી જાય છે અને નિર્ભયતાથી સંવેદના