________________
[ ૧૪ ]. ચિત્તવૃત્તિઓની એકાગ્રતા
સિદ્ધિ, સફલતા કે વિજ્યની મુખ્ય ચાવી એકાગ્રતા (Concentration) છે. તમે મનમાં એક દઢ સંકલ્પ કર્યો હોય, તેને લગતી યેજના ઘડી હોય અને આશાવાદી બનીને તે માટે પુરુષાર્થ આદર્યો હોય, પણ તે પુરુષાર્થ જે એકાગ્ર ચિત્ત કરી શક્તા ન હ, તો તેમાં ધારેલી સિદ્ધિ, ધારેલી સફલતા કે ધારેલે વિજય મળવાને સંભવ બહુ ઓછો છે. ચાર્લ્સ બક્સટનને એ અભિપ્રાય છે કે “એકગ્રતાથી જ વિજય પ્રાપ્ત થાય છે.”
માની લે કે એક મોટું યુદ્ધ ચાલે છે, શત્રુપક્ષ ઘણે બળવાન છે અને તે સબળ શસ્ત્રોથી સુસજ્જ છે. તેને તમારે સામને કરવાનું છે, તે શું કરો ? તમારા સર્વ સાધને–સર્વ શક્તિ એકત્ર કરે કે નહિ? જીવનને જંગ જિતવા અથવા તે કઈ મહાન સંકલ્પને સિદ્ધ કરવા માટે પણ આ જ પ્રકારની તૈયારીઓ કરવાની જરૂર છે. ભારતના