________________
નિગીપણું
ઓછું ખાવું, પણ કદી ઠાંસીને જમવું નહિ. અકરાંતિયાપણું આયુષ્ય ઘટાડે છે અને કેટલીક વાર અકાળે મૃત્યુનો ભેટો કરાવે છે.
વધારે પડતાં તીખા તમતમતાં પદાર્થો વાપરવાથી જઠર તથા આંતરડાં બગડે છે અને જઠર તથા આંતરડાં બગડ્યા કે સમસ્ત પાચનક્રિયામાં અવ્યવસ્થા ઊભી થાય છે, માટે તેમાં સંયમ જાળવે.
અવસ્થા અનુસાર ભેજનમાં કેટલાક ફેરફાર કરવો જરૂરી બને છે, તે માટે ખાસ લક્ષ્ય રાખવું. જુવાનીમાં જે ખોરાક પચતો હોય, તે વૃદ્ધાવસ્થામાં પચતો નથી, એટલે તે અંગે. જરૂરી ફેરફાર કરી લેવા.
ખેરાક જેટલો સાદો અને સાત્વિક, તેટલું નીરોગીપણું વધારે. પરંતુ આજે આ સિદ્ધાંત તરફ દુર્લક્ષ્ય થયું છે અને સ્વાદ પર જ વિશેષ ધ્યાન અપાવા લાગ્યું છે. આપણું કઈ પણ ભેજનસમારંભની વાનીઓ જુઓ, એટલે તેને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. આ પરિસ્થિતિ સુધારણું માગે છે અને તે આપણે સમજપૂર્વક કરવી જોઈએ.
(૭) બપોરે આ રીતે ભેજન કર્યા પછી ત્રણ વાગ્યે ચા વગેરે વાપરવાની ખાસ આવશ્યકતા ગણાય નહિ, પણ. આજે તે એ રિવાજ થઈ પડે છે અને ઘણાખરા મનુષ્ય આ વખતે ચા વગેરે વાપરે છે. આરોગ્યની દષ્ટિએ તેમાં મેટી હાનિ છે, એવું અમે માનતા નથી, પણ જેઓ ડી. ડી વારે ચાના કપ ઢીંચ્યા જ કરે છે, તે સાયંકાળનું