________________
નિગીપણું
૧૮૭ તો ત્રિફળા ચૂર્ણ, હિમજી હરડે કે હરડેનું ચૂર્ણ રાત્રે સૂતી વખતે વાપરવાથી લાભ થાય છે.
જે મળત્યાગ વખતે પેટમાં ગડગડાટ થાય, ચૂંક આવે, દુર્ગધી વાયુ છૂટે, અને મલ બંધાઈને ન આવતાં ઘણો ત્રુટક કે પાતળે થાય તે સમજવું કે પાચનક્રિયામાં કંઈક ખામી છે અને તે તરત સુધારી લેવાનો પ્રયત્ન કરવા જોઈએ.
જીભ પર છાલાં પડે, મોઢામાં દુર્ગધી જણાય તો પણ પેટની અવ્યવસ્થા જ સમજવી અને દસ્ત સાફ આવે તે પ્રયત્ન કરે.
જુલાબથી એક, બે કે વધારે દસ્તો આવી પેટ સાફ થઈ જાય છે ખરું, પણ તેનો ઉપયોગ કવચિત્ જરૂર પ્રમાણે જ કરવો. એના કરતાં એનિમા લે તે વધારે ફાયદાકારક છે. | (૩) સદા નીરોગી રહેવા ઈચ્છનારે નિત્ય સ્નાન કરવું જોઈએ, પરંતુ બે લોટા આમ અને બે લેટા તેમ ઢાળી દેવાથી સ્નાન થતું નથી. તે વિધિપૂર્વક કરવું જોઈએ, એટલે કે હાથ, પગ, મોં, માથું, ગરદન, છાતી, પેટ, કમ્મર તથા સાથળના ભાગો બરાબર સાફ કરવા જોઈએ. સ્નાન માટે હાલ વિવિધ પ્રકારના સાબુઓને ઉપયોગ થાય છે, પરંતુ આગળના જમાનામાં લોકો ઉવટ્ટણ (ઉદ્વર્તન) બનાવીને સ્નાન વખતે તેનો ઉપયોગ કરતા, તેથી શરીર ઘણું સ્વચ્છ થતું અને સુગંધિત રહેતું. અમારા અનુભવ મુજબ જે ઉત્તમ પ્રકારનું ઉવણ વાપર્યું હોય તે તેની સુગંધ શરીરમાંથી ૨૪ કલાક સુધી તે જતી જ નથી.