________________
નિરોગીપણુ
૧૮૫
રહે તે જ ધન, સંપત્તિ, અધિકાર યશ કામના છે, અન્યથા તેની પાછળ દોડવાના કોઈ અર્થ નથી.
6
મહાત્મા ગાંધીજીએ કહ્યુ છે કે ઈશ્વરીય નિયમે પાળવાથી જ શરીર નીરોગી રહી શકે છે, શૈતાનીય નિયમે પાળવાથી નહિ. જ્યાં સાચુ આરેાગ્ય છે, ત્યાં જ સાચું સુખ છે.’
’
ઇશ્વરીય નિયમે એટલે પ્રાકૃતિક નિયમ (Natural laws). તે આપણે ખરાખર પાળીએ તે આપણુ શરીર નીરોગી રહી શકે છે. પરંતુ આપણે તે નિયમેા પાળવાની દરકાર કરીએ છીએ ખરા ? આપણા મનમાં મોટા ભાગે સેતાન સવાર થાય છે અને તે જેમ ચલાવે તેમ ચાલીએ છીએ. પછી નીરોગી અવસ્થાની આશા શી રીતે રાખી શકીએ ?
6
૫. શિવદત્તજી શર્મા કહે છે કે · રોગ અને નિલતા પ્રાય: પ્રકૃતિના નિયમાનું ઉલ્લંઘન કરવાથી આવે છે. પ્રકૃતિના નિયમે। અનુસાર ચાલવાથી નથી તેા કોઈ રાગ થતા કે નથી કોઇ પ્રકારની નિ`લતા આવતી. બલ્કે આરેાગ્ય, અળ, બુદ્ધિ અને આયુની નિરંતર વૃદ્ધિ થતી રહે છે. તેને વૃદ્ધાવસ્થાનું કષ્ટ પણ થતુ નથી. અથવા તો એમ કહેવુ જોઈએ કે તેને વૃદ્ધાવસ્થા આવતી જ નથી.’
પ્રકૃતિના નિયમ કઠિન નથી, એ તદૃન સીધાસાદા છે, પણ તે આપણે ખરાખર સમજી લેવા જોઇએ અને તેને ચીવટથી અનુસરવુ જોઈ એ, તેને સારાંશ અહીં આપવામાં પાવે છે.