________________
૧૮૪
સંકલ્પસિદ્ધિ તેને દુરુપયોગ કરે છે. સ્વચ્છ, ભરાવદાર, સુગઠિત, શીઘ પૂર્વ સ્થિતિને પ્રાપ્ત કરનાર, સંકટને સામને કરવાને તૈયાર અને સુદઢ એવું શરીર પ્રાપ્ત કરવું, એ ઈશ્વરની અપૂર્વ ભેટ છે અને દ્રવ્યને ઉત્તમ ખજાને છે.”
આ બાબતમાં એકજિયાસ્ટિકસના શબ્દો પણ વિચારવા એગ્ય છે. તે કહે છે: “શરીરથી અત્યંત દુઃખી રહેનાર ધનિકની અપેક્ષાએ નીરોગી અને બળવાન ગરીબ વધારે સારે છે. આરોગ્ય અને ઉત્તમ શરીર–સંપત્તિ સુવર્ણના ઢગલાથી શ્રેષ્ઠ છે અને સુદઢ શરીર અપાર ધનરાશિથી ચડિયાતું છે. નીરોગી શરીરની સામે ધનિક્તાની કઈ કિંમત નથી. નિત્ય બિમાર-રેગી રહેવાની અપેક્ષાએ મરણ વધારે સારું છે.”
પ્રસિદ્ધ તત્વચિંતક એમર્સનને અભિપ્રાય પણ લગભગ આવે જ છે. તે કહે છે: “આરોગ્ય સહુથી શ્રેષ્ઠ છે. મને કેવળ એક જ દિવસ માટે આરોગ્ય આપો તો હું તેની સામે ચક્રવર્તીએના વૈભવને પરિહાસ કરીશ?
આ પરથી નીગી રહેવું કેટલું મહત્વનું છે, તે સમજી શકાશે.
જેમ ૧ માંથી ૧ જાય તો શૂન્ય રહે છે, તેમ શરીરમાંથી આરોગ્ય જાય તે શૂન્ય રહે છે. પછી તેને ધન, સંપત્તિ અધિકાર, યશ કઈ પણ આનંદ આપી શક્તા નથી. રેગમાંથી કેમ છૂટવું ? એ જ તેના જીવનને એક મહાપ્રશ્ન બની રહે છે અને તેના ઉકેલમાં જ તેને આનંદ આવે છે. તાત્પર્ય કે આપણું શરીર નીરોગી રહે, તંદુરસ્ત રહે, સ્વાથ્યથી ભરપૂર