________________
[૧૫] આત્મનિરીક્ષણ
પ્રિય પાઠકે ! એ વાત લક્ષ્યમાં રાખવાની જરૂર છે કે આપણું ઉન્નતિને આધાર બાહ્ય સાધને ઉપર નહિ, પણ આપણું આંતરિક સ્થિતિ ઉપર છે, આપણું મનના સુગ્ય ઘડતર ઉપર છે, તેથી ઉન્નતિના ઉમેદવારોએ સહુથી પહેલાં પિતાની આંતરિક સ્થિતિ સુધારવાને–પિતાની માનસિક ભૂમિકાને ઉન્નત કરવાને પુરુષાર્થ આદરે જોઈએ. આત્મશ્રદ્ધા કે આત્મવિશ્વાસ, પુરુષાર્થ, આશાવાદ, વિચાર કરવાની ટેવ, જ્ઞાનપ્રિયતા, નિયમિતતા, સમયને સદુપયેગ, ચિત્તવૃત્તિની એકાગ્રતા એ બધી વસ્તુઓ આપણી આંતરિક રિથતિને સુધારનારી છે. આપણી માનસિક ભૂમિકાને ઉન્નત. કરનારી છે અને તેથી જ તે અંગે પૂર્વ પ્રકરણમાં વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. આત્મનિરીક્ષણ પણ તેમને જ
એક ગુણ છે, એટલે પ્રસ્તુત પ્રકરણમાં તે અંગે કેટલીક વિચારણા કરીશું.
આત્મનિરીક્ષણને સામાન્ય અર્થ એ છે કે આપણા