________________
૧૫૮
સકસિદ્ધિ
સર્વે, સત્ર સથે જ નાચ—જે મનુષ્ય એક જ કાર્ય ને સારી રીતે સાધે છે, તે બધાં કાર્યને સારી રીતે સાધી શકે છે. અને જે બધાં કાર્યોને એક સાથે સાધવા જાય છે, તે એક પણ કાર્યને સાધી શકતા નથી.' આથી વધારે સ્પષ્ટ અને સુંદર ઉપદેશ બીજા કયા હાઈ શકે ?
મનુ ભગવાને કહ્યું છે કે ‘જૂઠ, કપટ, ચારી, વ્યભિચાર આદિ દુરાચારાની વૃત્તિઓને નષ્ટ કર્યા વિના ચિત્ત એકાગ્ર થવુ મુશ્કેલ છે અને ચિત્ત એકાગ્ર થયા વિના ધ્યાન તથા સમાધિના લાભ થવા મુશ્કેલ છે.’ તાત્પર્ય કે આધ્યાત્મિક ઉન્નતિ સાધવા માટે પણ ચિત્તની એકાગ્રતા અત્યંત જરૂરી છે અને તે દુરાચારની વૃત્તિઓના ત્યાગ કરીને પ્રાપ્ત કરવી જોઈ એ.
6
સુદર્શને કહ્યું છે કે જેની પાસે પાતાની શક્તિ નથી, તેને ભગવાન પણ શક્તિ આપતા નથી. શક્તિ પેાતાની અંદરથી આવે છે અને તેનું મુખ્ય સાધન એકાગ્રતા છે.’
છેવટે વાટસના એ શબ્દો ટાંકીને આ પ્રકરણ સમાપ્ત કરીશું કે ‘સટ્ટાની માફક ઉપર ઉપરથી અભ્યાસ કરા નહિ. એવા બધા અભ્યાસ વ્યર્થ જાય છે. કંઈક ચેાજના ઘડા, કંઈક હેતુ રાખો અને પછી તેને માટે એકાગ્રતાભર્યા પ્રયાસ કરી, જેથી તમને ધારી સફળતા મળી શકશે,