________________
===
૧૫૬
સંકલ્પસિદ્ધિ કામમાં રસ ઉત્પન્ન થયા વિના તેમાં એકાગ્રતા જામતી નથી, એટલે કામ પ્રત્યે રસ હોવો એ પણ એટલી જ જરૂરી વસ્તુ છે. અહીં એ પણ જણાવી દઈએ કે આપણે આપણા મનમાં કઈ વસ્તુને દઢ સંકલ્પ કર્યો હોય અને તેને ભાવનારૂપી જલ સિંચતા રહીએ તે તે અંગેની પ્રવૃત્તિ કે તે અંગેના કામમાં આપણને રસ ઉત્પન્ન થયા વિના રહેતું નથી.
કઈ વ્યક્તિએ લાખો રૂપિયા મેળવવાનો સંકલ્પ કર્યો હોય તો તેને વ્યાપાર-રોજગાર કે હુન્નર-ઉદ્યોગની યેાજનામાં રસ પડ્યા વિના રહે ખરે? વળી સરકારી કાનુને આ બધી વસ્તુઓ પર ભારે અસર કરતા હોય છે, એટલે તેને એ કાનુનનો અભ્યાસ કરવામાં પણ સ્વાભાવિક રસ જાગે છે અને તે એને અભ્યાસ જરૂર કરે છે. | કઈ વ્યક્તિ ખૂબ બિમાર રહેતી હોય અને તેણે નીરોગી થવાને સંકલ્પ કર્યો હોય તે તેને ચિકિત્સા અને તેની વિવિધ પદ્ધતિઓમાં જરૂર રસ પડે છે અને તે માટે કણ કણ નિષ્ણાત છે? તેની શોધ તે અવશ્ય ચલાવે છે.
જે આપણું શક્તિ વિવિધ પ્રવૃત્તિઓમાં વિખરાઈ જતી હિય તે પણ આપણે આપણી ઈષ્ટ પ્રવૃત્તિમાં જોઈએ તેવા એકાગ્ર થઈ શકતા નથી અને તેનું ધારેલું પરિણામ આવી શકતું નથી. કાર્લાઇલે કહ્યું છે કે “એક જ વિષય પર પિતાની શક્તિઓ એકાગ્રતાપૂર્વક લગાવી દેવાથી નિર્બળમાં નિર્બળ પ્રાણી પણ કંઈક કરી શકે છે. જ્યારે બળવાનમાં બળવાન મનુષ્ય પણ પોતાની શક્તિઓને અનેક વિષયમાં વિખેરી નાખે તે તે કંઈ પણ કરી શક્તા નથી.”