________________
૧૬૬
સંકલ્પસિદ્ધિ
સૂચન (Suggestion) મળે છે અને તેનુ પરિણામ સુંદર આવે છે. જેમણે હિપ્નોટિઝમના પ્રયાગા જોયા હશે, તે આ પ્રકારના સૂચનનું વાસ્તવિક મૂલ્ય સમજી શકશે.
પછી તે અંગે જે ચેાજના ઘડી હાય, તેના પર વિચાર કરવા જોઈએ અને તેમાં કોઈ ક્ષતિ તેા રહી ગઈ નથી ? તેનું ચિંતન કરવું જોઈ એ. તે માટે તેનાં સર્વ અંગોપાંગા ખામત ક્રમશઃ વિચાર કરી લેવા જોઇએ. પછી તે અંગે જેને જવાબદારી સોંપી હાય, તે તેનું ખરાબર પાલન
કરે છે કે કેમ ? તેના વિચાર કરવા જોઈએ અને તેમાં કઈ ઉપેક્ષા, બેદરકારી કે વિશ્વાસભંગ જેવું જણાય તે તે અંગે ઘટતાં પગલાં લેવાના નિર્ણય કરવા જોઈ એ.
વળી આ જવાબદાર વ્યક્તિઓને પેતે જે હુકમે આપ્યા હાય, તેના ઉપર પણ વિચાર કરી જવા જોઈ એ અને તેમાં કઈ અણુઘટતુ તે થયું નથી ? તેની વિચારણા કરી લેવી જોઇએ. જો કે આવા હુકમા આપતાં પહેલાં પૂર વિચાર કરવા જરૂરી છે, છતાં પાછળથી એમ લાગે કે આમાં પૂરતા વચાર થયા નથી અને આ હુકમના અમલ થતાં નુકશાન થશે, તે તેમાં ઘટતી સુધારણા કરી લેવામાં જરા પણ સંકોચ રાખવા નહિ.
સાથે એ પણ વિચારી લેવું જોઈએ કે આ પ્રવૃત્તિ અંગે મારે જેટલા સમય આપવા જોઈએ તેટલા આપું છું કે નહિ ? જેટલી કાળજી રાખવી જોઈએ તેટલી રાખુ છુ