________________
૧૭૪
સંકલ્પસિદ્ધિ મદદ કરી છે? શું તે બધી ફેગટ ગઈ? તું આંખની શરમ પણ નહિ રાખે?”
નિત્યમિત્રે કહ્યું : “કારભારી સાહેબ! “જે રાખે શરમ, તેનું ફૂટે કરમ.” અને આ કામમાં તો મારાથી સહાય કરવાનું નહિ જ બની શકે, માટે અહીંથી શીધ્ર પલાયન કરે અને મને ભયમુક્ત કરે.”
કારભારીએ જોઈ લીધું કે આ તે પૂરે મતલબ મિત્ર છે અને તેને આંખની શરમ પણ આવે તેમ નથી, એટલે ત્યાંથી વિદાય લીધી. તે વખતે નિત્યમિત્રે બારણું બંધ કરી દીધું અને બે ડગલાં વળાવવા પણ ન ગયે. તે મનમાં સમજો કે ગળે વળગેલી બેલા માંડ છૂટી.
હવે કારભારીએ પર્વ મિત્રને ત્યાં જઈ બધી હકીકત જણાવી અને મદદ માટે માગણી કરી, ત્યારે પર્વમિત્રે કહ્યું :
આવા સમયે તમને હું મદદ કરી શક્યો હોત તે મને ઘણે આનંદ થાત, પણ દિલગીર છું કે મારા ઘરમાં તમને રાખી શકું તેવી જગા નથી. વળી હું બાળબચ્ચાંવાળો માણસ રહ્યો, એટલે મારે ચેતીને ચાલવું જોઈએ. હું તમને રક્ષણ આપવા માટે રાજ્યને ગુનેગાર ઠરૂં અને જેલમાં જાઉં તે પાછળ મારાં બૈરાં-છોકરાંનું શું થાય? માટે મહેરબાની કરીને બીજા કેઈ સ્થળે ગેઠવણ કરી લે તે સારું.”
કારભારીએ કહ્યું: “મારી મતિ મૂંઝાઈ ગઈ છે. હવે ક્યાં જવું તે સૂઝતું નથી, માટે અત્યારે તે તું રક્ષણ આપ”
પર્વ મિત્રે કહ્યું: “જે વાત સામાન્ય હેત તે હું તમને