________________
૧૭૮
સંક૯પસિદ્ધિ
મૂર્ખ મિત્રે ભેગા થાય તે ગાળ દઈને ગમ્મત કરે છે કે કોઈની આઘી–પાછી કરવામાં આનંદ માને છે, માટે મિત્રે હંમેશાં ડાહ્યા કરવા. પંચતંત્રમાં કહ્યું છે કે “મૂર્ખ મિત્ર કરતાં દાને દુશ્મન સારે.” તાત્પર્ય કે મૂની મિત્રતા કદી પણ કરવી નહિ. અફગાન લેકે કહે છે કે “મૂર્ખને મિત્ર કરે એ રીંછને ગળે લગાડવા બરાબર છે.”
પિોર્ટુગીઝ ભાષામાં એક કહેવત છે કે “જે જરા સરખી વાતમાં મિત્રતાને તેડી નાખે છે, તે વાસ્તવમાં મિત્ર જ નથી.” એટલે જેની સાથે મૈત્રી બાંધી, તે ઠેઠ સુધી નભાવવી જોઈએ.
કબીરે કહ્યું છે કેમિત્ર તો અસા કીજિએ, ઢાલ સરીખા હેય; દુઃખમેં તે આગે રહે, સુખમેં પિછે હાય.
હર્બર્ટે કહ્યું છે કે “કેઈને મિત્ર બનાવતાં પહેલાં તેની સાથે પાંચ શેર મીઠું (નમક) ખાઓ. તાત્પર્ય કે કોઈને પણ પૂરતા પરિચયમાં આવ્યા પછી જ મિત્રતા બાંધવી. એકાદ વાર મેળાપ થયે, ચાપાણી સાથે કર્યા કે કોઈને મિત્ર બનાવી લેવાથી પસ્તાવાનો વખત આવે છે. 1 એકવાર નાટક જેમાં બે માણસેને વાતચીત થઈ અને મિત્ર બન્યા. નાટક પૂરું થયું ત્યારે તેમાંના એકે કહ્યું કે
મારું ઘર નજીક છે, માટે હવે ચા પીને જ જાઓ” બીજાએ આમંત્રણનો સ્વીકાર કર્યો અને તેની સાથે ગયે. ઘેર જઈને પહેલાએ પોતાની સ્ત્રીને કહ્યું “ચા બનાવી નાખ.” અને ગુપ્ત ઈશારે કર્યો.