________________
૧૮૦
સંકલ્પસિદ્ધિ
પેલાએ છૂટકારોને દમ ખેંચે, પણ તે દિવસથી મનમાં ગાંઠ વાળી કે કેઈની સાથે એકદમ મિત્રતા બાંધવી નહિ.”
સારા માણસોની મિત્રતા કરીએ તે આપણી ઉન્નતિ જરૂર થાય છે. તેમની પાસેથી નવું નવું જાણવાનું મળે છે, સાચી સલાહ પણ મળે છે અને આપણા કામકાજને ટેકો પણ મળે છે. કફ્યુશિયસે કહ્યું છે કે તમારાથી ચડિયાતા હોય તેની મિત્રતા કરે.”
જેવો સંગ તે રંગ’ એ પ્રસિદ્ધ જાય છે અને તે મિત્રોની બાબતમાં પૂરેપૂરો લાગુ પડે છે. એટલે કે જે મનુષ્ય મૂખની સાથે મિત્રતા રાખે છે, તે મૂર્ખ બને છે અને સુજ્ઞ, સમજુ કે શાણુની મિત્રતા રાખે છે, તે સુજ્ઞ, સમજુ કે શાણે બને છે. આ દૃષ્ટિએ મિત્રતા સારા માણસની જ કરવી અને તે સારા પ્રમાણમાં કરવી.
મહાત્મા ગાંધીજીએ એક સ્થળે કહ્યું છે કે “મિત્રતા ત્યાગથી ટકે છે.” એટલે કે જે માણસ ભેગ આપી શકે,
તે જ લાંબા સમય સુધી મિત્રતા જાળવી શકે છે. જ્યાં | માત્ર સ્વાર્થ હોય ત્યાં મિત્રતા લાંબે વખત ટકતી નથી.”
છેવટે અમારે એટલું જ કહેવાનું છે કે “શુભ ભાવનાથી મિત્રો વધારો અને કઈ પણ ભોગે તેમની મિત્રતા જાળવી રાખે, એટલે તમારે માટે ઉન્નતિનાં દ્વાર આપોઆપ ખુલ્લી જશે.”