________________
૧૭૨
સંકલ્પસિદ્ધિ
કરતે અને કેઈક વાર જ મળતો. આ ત્રણ મિત્રનાં નામે અનુક્રમે નિત્યમિત્ર, પર્વમિત્ર, અને જુહારમિત્ર રાખ્યાં.
હવે એક વખત કારભારીએ આ મિત્રની પરીક્ષા કરવા વિચાર કર્યો અને તે માટે એક પ્રપંચ રચ્યું. તેણે રાજાના કુંવરને પિતાને ત્યાં જમવા તે અને તેના જેવડી ઉમરના પુત્રની સાથે રમતગમતમાં લગાડી ઘરની અંદર ગુપ્ત ભેંયરામાં ઉતારી દીધે. પછી બીજા પુત્રની સાથે પિતાની સ્ત્રીને પિયર ભણી વિદાય કરી દીધી અને જેના પેટમાં વાત ન રહે તેવા એક નોકરને બોલાવીને કહ્યું કે “આજે રાજાના કુંવરને આપણે જમવા તેડ્યો હતો, પણ તેનાં ઘરેણાં જઈને મારી બુદ્ધિ બગડી, તેથી મેં એની ડોક મરડી નાખી. પણ હવે મને વિચાર આવે છે કે “રાજાને શું જવાબ આપે?” એટલે હું અહીંથી જતો રહું છું અને કઈ સ્થળે સંતાઈ રહીશ. માટે તું ખબરદાર રહેજે અને ઘરની સંભાળ રાખજે તથા રાજાના માણસો આવે તે છૂપો ભેદ પ્રકટ ન કરતાં ગમે તે બહાનાં કાઢીને જવાબ આપજે.” આટલી ભલામણ કરી કારભારી ઉપડ્યા અને સીધા નિત્યમિત્રને ત્યાં ગયા.
નિત્યમિત્ર કારભારીને હાંફળાફાંફળા આવેલા જોઈ વિચારમાં પડ્યો, પરંતુ તે કંઈપણ પ્રશ્ન પૂછે તે પહેલાં કારભારીએ જ કહેવા માંડ્યું કે “મિત્ર! આજે મારા હાથે એવું કામ બની ગયું છે કે જેથી રાજાની ખફામરજી મારા પર જરૂર ઉતરી પડશે. કદાચ તે મને પકડીને દેહાંતદંડની સજા પણ ફરમાવે, માટે મારું રક્ષણ કર.”