________________
મિત્રની વૃદ્ધિ
૧૭૫ જરૂર મદદ કરત, પરંતુ આ રાજ્યનો ગુને છે અને તેમાં પણ એક રાજકુંવરના ખૂનને સવાલ છે, એટલે આ વખતે મારાથી કંઈ બની શકશે નહિ.”
કારભારીએ કહ્યું : “તો મારે શું કરવું ? તેની કંઈ સલાહ આપો.”
પર્વામિત્રે કહ્યું: “હું તમને શું સલાહ આપું? મારું કહેવું છે એટલું જ છે કે કૃપા કરીને અહીંથી જલ્દી ચાલ્યા જાઓ અને સલામત સ્થાન શોધી કાઢે.”
“કારભારીએ જોયું કે આ મિત્ર પણ સ્વાર્થી જ છે, એટલે ત્યાંથી વિદાય લીધી. તે વેળા આંખની શરમ રાખીને પર્વ મિત્ર છેડે સુધી વળાવવા આવ્યું અને આંખમાંથી બે આંસુ સારતે બે કે “તમને હું રાખી શકતા નથી, માટે અત્યંત દિલગીર છું.”
કારભારીએ કહ્યું: “હેય, એમાં દિલગીર થવાની જરૂર નથી. હું મારું કરમ ગમે ત્યાં ફેડી લઈશ.” પછી તે જુહારમિત્રને ત્યાં ગયે અને તેને બધી હકીકતથી વાકેફ કરીને મદદ માટે માગણી કરી. એ સાંભળીને જુહારમિત્રે કહ્યું : મારું એવું સદ્ભાગ્ય કયાંથી કે આપને કામ આવી શકું? આવી વેળાએ તમે મને યાદ કર્યો, તેથી હું ઘણે ખુશી થયે છું ને તમને મારાથી બનતી બધી જ મદદ કરવા તૈયાર છું. હવેથી આ ઘર તમારું જ સમજે. તેમાં જરાય જૂદાઈ જાણશે નહિ.” પછી તે ડારમિત્ર કારભારીને ભેંયરામાં