________________
આત્મનિરીક્ષણ
૧૬:
રાખવી. હવે તમે જ કહેા કે ઉન્નતિ, પ્રગતિ, વિકાસ કે અભ્યુદયની સિદ્ધિ માટે આ વસ્તુ કેટલી જરૂરી છે?
આપણે ત્યાં રાજ વાસણા માંજવામાં આવે છે, ઘરમાંથી કચરા કાઢવામાં આવે છે તથા વસ્ત્રાને ધાવામાં આવે છે, તેનું કારણ એ છે કે તેમાં જે અશુદ્ધિ અસ્વચ્છતા-ગંદકી દાખલ થઈ ગઈ હાય, તે દૂર કરવી. જો થોડા દિવસ ટાટા-પ્યાલાને માંજવામાં ન આવે તે તે કાળા ઋણુક થઈ જાય છે અને નજરે જોવા ગમતા નથી. જો થાડા દિવસ ઘરમાંથી કરેા કાઢવામાં ન આવે તે તે ટુવડ થઈ જાય છે અને તેમાં રહેવાનુ દિલ થતું નથી. અને જો ઘેાડા દિવસ વસ્ત્રા ધાવાનું મુલતવી રાખીએ તો તે ખૂબ મેલાં થઈ જાય છે અને અગે અડાડવાના ઉત્સાહ થતા નથી. તાત્પર્ય કે અશુદ્ધિ-અસ્વચ્છતા-ગંદકી દૂર કરવા માટે શુદ્ધિ કે શેાધનની ક્રિયા જરૂરી છે અને તે દરેક સુન્ન મનુષ્ય અવશ્ય કરે છે. તો પછી આપણી આંતરિક સ્થિતિને શુદ્ધ-સ્વચ્છ-પવિત્ર રાખવા માટે શેાધનની જરૂર ખરી કે નહિ ?
આપણા કોઠામાં મલના ઘણા સંચય થઈ ગયા હોય તેા તેને દૂર કરવા માટે કુશળ વૈદ્યો વમન-વિરેચનના ઉપાય અજમાવે છે. એ જ રીતે આપણા અંતરમાં મિલન ભાવેાને ઘણા સંચય થઈ ગયા હૈાય તેા આત્મનિરીક્ષણરૂપી વમન વિરેચનના ઉપાય અજમાવવા જેવા છે. તેનાથી લાભ જરૂર થશે, નુકશાન તે કઈ પણ થવાના સંભવ નથી.
જેવી આપણા ચિત્તની વૃત્તિઓ હાય છે, તેવી જ