________________
૧૬૦
સંકસિદ્ધિ
આત્માનું નિરીક્ષણ કરવું, આપણી જાતનું અવલોકન કરવું. આત્મા અષ્ટ છે, નજરે જોઈ શકાય તેવો નથી, પણ આપણામાં ચૈતન્યને જે પ્રવાહ વહી રહ્યો છે, તેના પરથી તેના અસ્તિત્વનું ભાન થાય છે. શાનું શ્રવણ કરતાં, તેના પર મનન કરતાં અને તેના પર ખૂબ ઊંડો વિચાર કરતાં એટલે કે નિદિધ્યાસન કરવાથી આ આત્માનો વિશિષ્ટ બંધ થાય છે. જે આત્મા પ્રશસ્ત ભાવમાં રમતા હોય તે સુંદર ગણાય છે અને અપ્રશસ્ત ભામાં રમતો હોય તે અસુંદર ગણાય છે. આપણે આત્મા સુંદર છે કે અમુંદર ? તે આત્મનિરીક્ષણ કરવાથી સમજી શકાય છે.
- આપણી જાતનું અવલોકન કરવું, એટલે આપણામાં સારી ટેવે કેટલી છે અને ખરાબ ટે કેટલી છે? તેને વિચાર કરે. મનુષ્ય આદતનું પૂતળું છે, એમાં તે કઈ શંકા જ નથી. જે તેની આદત–ટે સારી હોય તે એ ખરેખર ઉત્તમ મનુષ્ય છે અને તે આ જીવનમાં કંઈક પણ સુકૃત અવશ્ય કરી જવાને. જ્યારે ખરાબ આદતેનું પરિણામ તે ખરાબ જ આવવાનું. તેને માટે દુઃખ અને દુર્ગતિ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.
આત્મનિરીક્ષણનો વિશેષ અર્થ એ છે કે અણસમજ, પૂર્વગ્રહ, દ્વેષ કે પ્રમાદ આદિ માનસિક દેને લીધે સ્વીકૃત પ્રવૃત્તિ કે પ્રવૃત્તિઓમાં આપણાથી જે કંઈ ખલનાઓ, ત્રુટિઓ કે ભૂલ થઈ ગઈ હોય તેનું સેવન કરવું અને ફરી તેવી ખલનાઓ, ત્રુટિઓ કે ભૂલે ન થાય તેની તકેદારી