________________
ચિત્તવૃત્તિઓની એકાગ્રતા
૧૫. એકનું બીજું સમજે અને કેઈના બદલે કેઈને દંડી નાખે. તેમાં યે ખૂન વગેરેના ખટલા ચાલતા હોય, ત્યારે તે તેમણે અતિ ઉચ્ચ કેટિની એકાગ્રતા ધારણ કરવી પડે છે અને દરેકે દરેક મુદ્દો લક્ષ્યમાં રાખવું પડે છે. વળી સેંકડે પાનાના હેવાલ પરથી એક વ્યવસ્થિત વિચારસરણી પર આવવું અને સત્ય અનુમાન તારવી કાઢવું, તે પૂરી એકાગ્રતા વિના બની શકતું નથી.
સર્કસના ખેલમાં કેટલીક છોકરીઓ હાથમાં છત્રી લઈને તારના દેરડા પર ચાલે છે, ત્યારે તેઓ કેવી એકાગ્રતા રાખે છે, તે જોયું છે ને ? આપણે પણ પ્રવૃત્તિરૂપ તાર પર ચાલતાં એવી જ એકાગ્રતા રાખવી જોઈએ. પછી સિદ્ધિ કે સફલતા હાથવેંતમાં જ સમજવી.
જે વસ્તુને આપણને રસ (Interest) નથી, તેમાં આપણી ચિત્તવૃત્તિઓ એકાગ્ર થઈ શકતી નથી. દાખલા તરીકે એક વિદ્યાથીને ગણિતના વિષયમાં રસ નથી, તે જ્યારે ગણિતના શિક્ષક ગણિતને કોઈ પણ સિદ્ધાંત સમજાવતા હશે, ત્યારે તે ઝોકાં ખાતું હશે કે પિતાના પ્રિય વિષયે એટલે કે પતંગ, ક્રિકેટ કે સિનેમા આદિના વિચાર કરતો હશે.
પાંચ માણસે ભેગા થયા હોય અને જુદી જુદી બાબતો વિષે વાત કરી રહ્યા હોય, તેમાં આપણા રસની વાત આવે તો આપણું કાન તરત જ સરવા થાય છે અને તે વાત આપણે ધ્યાનથી એટલે કે ચિત્તવૃત્તિઓની એકાગ્રતાપૂર્વક સાંભળવા લાગીએ છીએ. તાત્પર્ય કે આપણને કઈ પણ