________________
૧૫૪
સંકલ્પસિદ્ધિ
અને પાછળ ઉભેલી બે વ્યક્તિઓ અવધાનકારના હાથમાં (આ વખતે હાથ પાછળ રાખેલા હોય છે) મૂકી તેને સ્પર્શ કરાવે અને લઈ લે. આ સાત વસ્તુય તેણે એક જ મીનીટમાં ગ્રહણ કરી લેવાની હોય છે અને પછી જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે તેને ઉત્તર આપવાનું હોય છે.
કેટલાક કહે છે કે “એક જ મીનીટમાં સાત વસ્તુઓનું મનમાં અનુસંધાન થાય જ કેવી રીતે ?” પરંતુ અદ્ભુત એકાગ્રતાને લીધે આવું કઠિન કાર્ય પણ સંપન્ન થઈ શકે છે.
વળી કણે દ્રિય દ્વારા કોઈ પણ શબ્દ પર ચિત્તવૃત્તિઓને એકાગ્ર કરવાથી તે ઘણે સૂમ થઈ જાય ત્યાં સુધી સાંભળી શકાય છે અથવા તે તે શબ્દ દૂર દૂર ચાલ્યા જાય ત્યાં સુધી તે શ્રવણુગોચર થાય છે. દાખલા તરીકે એક વૃક્ષ પર પક્ષી બેઠું બેઠું રૂદન કરે છે, તેના પર ચિત્તવૃત્તિઓને એકાગ્ર કરીએ તે તે ત્યાંથી ઉડીને બીજા વૃક્ષ પર જાય કે આકાશમાં ઉડ્ડયન શરૂ કરે તે ધ્યાન માત્રથી તેને આખો નકશે દોરી શકાય છે.
સાહિત્યકાર, સંગીતકાર, ચિત્રકાર, સ્થપતિ તથા અન્ય સર્વ કલાકારોને પણ એકાગ્રતાની અત્યંત જરૂર પડે છે. અન્યથા તેમની કૃતિઓમાં અભુતતા આવતી નથી કે આકર્ષણ જામતું નથી.
ન્યાયાધીશે કે જેમને અનેક આંટીઘૂંટીવાળા કે સાંભળવાના હોય છે અને તેને ફેંસલો કરવાનું હોય છે, તેમને પણ અનન્ય એકાગ્રતા કેળવવી પડે છે. અન્યથા તેઓ