________________
પર
સકસિદ્ધિ
એક તત્ત્વચિંતકે કહ્યું છે કે ‘મનની એકાગ્રતા મનુષ્યની વિજયશક્તિ છે. તે મનુષ્યજીવનની સમસ્ત શક્તિઓને એકત્ર કરી માનસિક ક્રાંતિ ઉત્પન્ન કરે છે. ’
જે કામ એકાગ્રતાથી થાય છે, તે બહુ સારું થાય છે, તેમાં ભૂલા રહેતી નથી અથવા તે બહુ જ ઓછી રહે છે અને તેમાં ઝડપ પણ ઘણી આવે છે, જ્યારે વિક્ષિપ્ત ચિત્તે કરાયેલું કામ સારું થતું નથી, તેમાં ઘણી ભૂલે થાય છે અને તેની ગતિ પણ મદ હોય છે. એટલે જે કામ હાથ ધરીએ, તેમાં ચિત્તવૃત્તિએને એકાગ્ર કરવી અત્યંત જરૂરી છે. ચાર્લ્સ કિગ્સલીએ જણાવ્યુ છે કે ‘હું મારું દરેક કામ એમ વિચારીને કરું છું કે જાણે એ વખતે દુનિયામાં બીજી કોઈ વસ્તુ જ ન હાય.
"
નિશાનબાજો ગમે તેવા સૂક્ષ્મ નિશાનને તેડી પાડે છે, તેનું કારણ તેમની ચિત્તવૃત્તિએની એકાગ્રતા છે. પ્રો. સત્યપાલ કે જેઓ આધુનિક યુગના અર્જુન ગણાયા છે, તેમના ધનુવિદ્યાના પ્રયાગ। જેમણે જોયા હશે, તે આશ્ચર્ય પામ્યા વિના નહિ જ રહ્યા હોય. એક છૂટા લટકતા દોરાને પણ તે આણુ મારીને તેાડી પાડે છે. જો ચિત્તવૃત્તિએ ખરાખર એકાગ્ર થઈ ન હોય તો આવું પરિણામ આવી શકે જ નહિ. શતાવધાનના પ્રયાગામાં પણ આવી જ એકાગ્રતા અપેક્ષિત છે. એક માસ ગિતને અટપટો સવાલ રજૂ કરે, બીજો કાવ્ય સંભળાવે, તે ત્રીજો દુનિયાની ગમે તે ભાષા ખાલી જાય. આ રીતે એક પછી એક અનેક અટપટા