________________
ચિત્તવૃત્તિઓની એકાગ્રતા
૧૫૩ પ્રશ્નો રજૂ થાય, તે ચિત્તની એકાગ્રતા વિના ગ્રહણ કેમ થઈ શકે ? જેનું ગ્રહણ (Reception) યથાર્થ નથી, તેનું ધારણ ( Retention) યથાર્થ થઈ શકતું નથી અને યથાર્થ ધારણના અભાવે તેનું યથાર્થ ઉદ્દબોધન (Reproduction) તે થાય જ ક્યાંથી? તાત્પર્ય કે શતાવધાની આ પ્રશ્નોના એક પછી એક ઉત્તર આપે છે, તેના મૂળમાં તેમની ચિત્તવૃત્તિઓની એકાગ્રતા જ ખરૂં કામ કરે છે.
અમારી પાસે જ્યારે કઈ પણ જિજ્ઞાસુ શતાવધાનના પ્રયોગ શીખવા આવે છે, ત્યારે અમે સહુથી પહેલાં તેની એકાગ્રતા કેવી છે? તે તપાસીએ છીએ અને તે માટે કેટલાંક નકકી કરેલાં કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. જે જિજ્ઞાસુ તેમાં ૭૦-૮૦ ટકા જેટલો સફળ થાય તે જ તેને આ પ્રયોગો શીખવવા કબૂલ થઈએ છીએ. જેનું મન બરાબર એકાગ્ર થઈ શકતું નથી, તે અવધાન પ્રયોગ કરી શકતા નથી.
શતાવધાનમાં એક સપ્તાનુસંધાનને પ્રયોગ આવે છે. તેમાં સાત વસ્તુઓનું મનની સાથે અનુસંધાન કરવાનું હોય છે. વધારે સ્પષ્ટ કહીએ તો ત્રણ વ્યક્તિઓ અવધાનકારની સામે ઉભી રહે, બે વ્યક્તિએ તેના બે કાનથી છેડે દૂર સીધી લીટીમાં ઊભી રહે અને બે વ્યક્તિઓ તેની પાછળ દોઢ-બે કુટના અંતરે ઊભી રહે. પછી સંચાલક એક—બે-ત્રણ એલે કે સામે ઊભેલી વ્યક્તિઓ પિતાના હાથમાં રહેલી કઈ પણ વસ્તુ બતાવે, કાનની સીધી લીટીમાં ઊભેલી વ્યક્તિએ અવધાનકારને જ્ઞાત એવી કઈ પણ ભાષાના બે શબ્દો બેલે