________________
સમયનું મૂલ્ય
૧૪૯
હે સુંદરી ! તું ઘેલી થા મા અને આ રીતે ઘેલાં વેણ બેલ મા. જે જમ કે લાંચ-રૂશ્વત લેતા હતા તે આ જગતમાં કોણ મરત? અર્થાત્ કઈ મરત જ નહિ.”
તાત્પર્ય કે મનુષ્યનું જેટલું આયુષ્ય હોય છે, તેટલું જ તેનું જીવન ટકે છે અને તે દરમિયાન તેણે પિતાના જે જે મનેર–સંકલ્પ હોય, તે સિદ્ધ કરી લેવાના છે. એટલે તેણે સમયને એ રીતે ઉપગ કરવો જોઈએ કે જેથી તેને એક પણ દિવસ, અરે તેની એક પણ પળ નકામી જાય નહિ.
કેટલાક મનુષ્ય પોતાના અલ્પ આયુષ્યમાં પણ ઘણું કામ કરી જાય છે અને કેટલાક મનુષ્ય દીર્ઘ આયુષ્ય મળવા છતાં કોંધપાત્ર કામ કરી શકતા નથી. શ્રીમછંકરાચાર્યનું આયુષ્ય માત્ર બત્રીશ વર્ષનું જ હતું, છતાં તેમણે હિંદુ ધર્મને પુનરુદ્ધાર કર્યો અને વિપુલ સાહિત્યનું સર્જન : કર્યું. સ્વામી રામતીર્થનું આયુષ્ય પણ બત્રીશ વર્ષનું જ હતું, છતાં તેમણે દેશ-વિદેશમાં ધર્મની જાગૃતિ આણી અને લાખો લોકોને અધ્યાત્મનો અપૂર્વ સંદેશ આપ્યો. શ્રી મદ્ રાજચંદ્રનો દેહવિલય પણ લગભગ બત્રીશ વર્ષે જ થયે, છતાં તેઓ એવું જીવન જીવી ગયા કે જે બીજાને માટે આદર્શ બન્યું છે. આજે તેમના ગ્રંથમાંથી લાખો લેકે આત્મશુદ્ધિની પ્રેરણાનાં પાન કરે છે.
બેકને કહ્યું છે કે કઈ પણ મનુષ્ય ઉમરમાં નાને હોય, પણ તેણે સમય ગુમાવ્યું ન હોય તે કલાકમાં તે