________________
૧૪૮
સંકલ્પસિદ્ધિ ઉત્તરમાં રાજા પિતાના મસ્તક પર ઉગેલા એક શ્વેત વાળને દર્શાવતાં કહે છે :
સંદેશ લઈ આવીએ, મૃત્યુદૂત આ વાર; દુમન આવી પહોંચશે, જવું પડશે જમદ્વાર.
કહે રાણી ! તમે કહી એ વાત ઠીક છે, પણ આ મેવામીઠાઈમાં, આ તંબેલમાં ને આ રિદ્ધિસિદ્ધિમાં અમને રસ ક્યાંથી આવે? કારણ કે આ મૃત્યુને દૂત સંદેશ લાવ્યો છે, એટલે થેડી વારમાં જીવનને દુશ્મન-કાલ આવી પહેચશે અને અમારે યમદ્વારે જવું પડશે, એ નિશ્ચિત છે.”
એ સાંભળીને રાણી મસરથી કહે છે: દેઈશ જમને લાંચડી, કરીશ લાખ પસાય; આપીશ કરની મુદ્રિકા, (મમ) પિયુને કેણુ લઈ જાય?
સ્વામિજી ! એમાં તમે ગભરાઓ છે શું ? આપણી પાસે લક્ષ્મી ઘણી છે, તેથી જમને લાંચ આપીશ તથા તેના પર બીજી અનેક રીતે મહેરબાની કરીશ અને તેમ છતાં નહિ માને તે મારા હાથમાં રહેલી મણિયમ મુદ્રા આપી દઈશ, પણ તમને કઈ રીતે લઈ જવા નહિ દઉં. હું જોઉં છું કે તે તમને કેવી રીતે લઈ જાય છે ? - રાજા શાંત છે, શાણો છે, તે ઠાવકાઈથી કહે છેઃ ઘેલી થા મા સુંદરી, ઘેલા બેલ ન બેલ; જે જમ લેવત લાચડી, જગમાં મરત જ કેણુ?