________________
વિચાર કરવાની ટેવ
૧૧૧
લોકોનુ આકર્ષીણુ કરી લેાકપ્રિયતા મેળવી શકે છે, તથા સિદ્ધિ કે સલ્તાને સત્વર પેાતાની સમીપે આણી શકે છે. એ વાત તમે ખાતરીથી માનજો કે કાઈ પણ મનુષ્ય વિચાર કરવાની ટેવ પાડ્યા વિના સમજી, શાણા, જ્ઞાની કે ગુણિયલ થઈ શકતા નથી.
નાના ડેનવીસ ઘણા સમજી અને શાણા ગણાય, કારણ કે તે પ્રત્યેક વસ્તુ પર વિચાર કરવાને ટેવાયેલા હતા. એક વખત એક ઝવેરી પેશ્વાના દરબારમાં આવ્યે અને તેણે પરીક્ષા અર્થે એક હીરા રજૂ કર્યાં. તે જોઇને કોઇએ તેનુ મૂલ્ય લાખ રૂપિયા કહ્યું, કોઈ એ બે લાખ કહ્યું તે કોઈ એ ત્રણ, ચાર કે પાંચ લાખ પણ જણાવ્યું. પરંતુ એ જ વખતે એક માખી ઉડીને તે હીરા પર એડી. આ જોઈ નાનામ્ડનવીસે તરત જ વિચાર કર્યાં કે આ હીરા પર માખી બેસવાનું કારણ શું? તે જરૂર સાકરના બનાવેલે લાગે છે, નહિ તો માખી તેના પર બેસે નહિ. અને તેણે એ હીરા પોતાની પાસે મંગાવી તરત જ મુખમાં મૂકી દીધેા અને તેને કડકડ ચાવી ગયા. બધા સભાજને તેના સામું આશ્ચર્ય થી જોઈ રહ્યા, ત્યારે નાના ફડનવીસે કહ્યું કે “હીરાનું ખરૂં મૂલ્ય આ છે.' તાત્પર્ય કે તે બનાવટી છે, એક સાકરના ટુકડા છે અને તેથી જ હું તેને ખાઈ ગયા . પેલા ઝવેરીએ હાથ જોડચા અને તેના શાણપણની ભારેાભાર પ્રશંસા કરી,
જે મનુષ્યા નાની મેાટી ઘટનાઓ પર વિચાર કરવાને