________________
જ્ઞાન સંચય
૧૩
આજે અમે પુસ્તકની વચ્ચે જ વસીએ છીએ. અન્ય શબ્દોમાં કહીએ તે અમારી આજુબાજુ તથા ઓરડામાં અનેક સ્થળે પુસ્તક પડેલાં હોય છે. આ જોઈને કેટલીક વાર કુટુંબીજને કંટાળે છે, પણ અમે તે તેને સરસ્વતીને પ્રસાદ માનીને તેનું બહુમાન કરીએ છીએ અને તેનાં દર્શનસહવાસથી અનેરો આનંદ માણીએ છીએ. ટૂંકમાં આ પુસ્તકેએ અમને ઘણું ઘણું આપ્યું છે અને અમારે જીવનરાહ મંગલમય બનાવ્યું છે, તેથી જ અમે તેની આટલી જોરદાર હિમાયત કરીએ છીએ.
વધારે ન બને તે જ કોઈ સારાં પુસ્તકનાં બે પાનાં વાંચવાં અને એ રીતે જ્ઞાનને સંચય કરે, પણ તેના પ્રત્યે ઉપેક્ષા–બેદરકારી કરવી નહિ. જે રેજનાં બે પાનાં વાંચે, તે એક મહિને સાઠ પાનાં વાંચી શકે છે અને બાર મહિને સાત વીસ પાનાં વાંચી શકે છે. જે આ કમ વધારે નહિ પણુ પાંચ જ વર્ષ ચાલુ રહે તો એ પાનાંની સંખ્યા છત્રીસ સુધી પહોંચે છે. વિચાર કરે કે આ રીતે કેટલા જ્ઞાનને સંચય થઈ શકે ?
સારા શિષ્ટ માસિકે પણ આપણે જ્ઞાનની વૃદ્ધિ કરી શકે છે અને સાપ્તાહિક વગેરે પણ તે માટે ઉપયોગી થઈ
વિદ્વાનોનો સંપર્ક, જ્ઞાનગોષ્ટી, મિજલસે, પરિષદ, પ્રદર્શન તથા પર્યટને પણ જ્ઞાનપ્રાપ્તિનાં સાધને છે, તેથી અનુકૂલતા મુજબ તેનો લાભ લેવા જોઈએ.