________________
૧૩૮
સંકલ્પસિદ્ધિ
કેટલાક માણસે નિયમને બંધન માની કઈ પણ પ્રકારના નિયમોને સ્વીકાર કરતા નથી અને નિયમિત બનવાને પ્રયાસ કરતા નથી, પણ તે એમની ગંભીર ભૂલ છે. નિયમો એક પ્રકારનું બંધન તો છે જ, પણ તે બંધન એવું છે કે જે આપણું વ્યવસ્થાતંત્ર ઘડી આપે છે અને તેથી આપણે સધળે જીવનવ્યવહાર સરળતાપૂર્વક ચાલે છે.
સૂર્ય અને ચંદ્ર નિયમિત ઉગે છે અને આથમે છે. નક્ષત્ર અને તારાઓને ઉદય-અરત પણ નિયમિત રીતે થાય છે. સાગરમાં ભરતી અને ઓટ નિયમ પ્રમાણે આવ્યા કરે છે તથા અતુઓ પણ નિયમ પ્રમાણે આવે છે અને નિયમ પ્રમાણે જાય છે. અને તેથી જ આ વિશ્વ નિયમિત રીતે પિતાનું કાર્ય કરતું જણાય છે. જે સૂર્ય આદિ નિયમિત રીતે ઉગવાનું માંડી વાળે, સાગરમાં ભરતી કે ઓટ નિયમ પ્રમાણે આવે નહિ કે હતુઓ અનિયમિત બની જાય, આથી પાછી થઈ જાય, તે તેનું પરિણામ શું આવે?
તે જ રીતે જગતને સર્વ માનવકૃત વ્યવહાર પણ નિયમિતતાને આધીન છે. તેમાં કંઈ પણ ગડબડ થઈ તે એ
વ્યવહારનું માળખું તૂટી પડે છે અને તેના લીધે મનુષ્યને ઘણું સહન કરવું પડે છે. મોટા શહેરોમાં ગાડીઓ અને બસે મારફત અવરજવર થાય છે. હવે તે ગાડીઓ કે બસ અનિયમિત બની જાય તે કારખાનાઓ, સરકારી તંત્ર આદિ સઘળું કામ અટવાઈ જાય, કારણ કે તેમાં કામ કરનારા માણસે ત્યાં પહોંચી શકે જ નહિ. હડતાળ વગેરેના સમયમાં