________________
સમયનું મૂલ્ય
૧૪પ ખેતી સૂકાઈ ગયા પછી વર્ષા આવે તે શા કામની? સમય ચૂકી ગયા પછી પરત કરીએ તે શા કામને? * તાત્પર્ય કે સમય હાથ પર હોય ત્યારે જ કરવા ગ્ય કરી લેવું જોઈએ.
શેકસપિયરનું એ માનવું હતું કે “જે સમયને ! બરબાદ કરે છે, તેને સમય બરબાદ કરે છે. એટલે સુજ્ઞ, મનુષ્ય કદી પણ સમયને બરબાદ કરે નહિ .
બે ઘડી આનંદ-વિનોદ કરીએ અને મનને હલાવીએ એ ઠીક છે, પણ હતુરહિત નિરર્થક પ્રવૃત્તિઓ કરીને સમયની બરબાદી કરીએ, તે કઈ રીતે ક્ષમ્ય નથી. ખરી વાત તો એ છે કે સુજ્ઞ મનુષ્ય પોતાના જીવનનું ધ્યેય નક્કી કરી તેને સિદ્ધ કરવાનો દઢ સંકલ્પ કરી લેવો જોઈએ અને સર્વ પ્રવૃત્તિઓ તેને અનુસરીને જ જવી જોઈએ. ઘડીમાં ઉત્તર, ઘડીમાં દક્ષિણ, ઘડીમાં પૂર્વ અને ઘડીમાં પશ્ચિમ એ પ્રકારે પ્રવાસ કરનાર જેમ ગંતવ્ય સ્થાને પહોંચી શકતો નથી, તેમ ધ્યેયરહિત પ્રવૃત્તિ કરનારે કદી સિદ્ધિ કે સફલતા વરી શકતો નથી.
ઓરીસન સ્વેટ માર્ડને જણાવ્યું છે કે “દરેજના એક કલાકના સદુપયોગથી દશ વર્ષમાં ગમે તે અભણ માણસ પણ સારા જ્ઞાનવાળી થઈ શકે. એક કલાકમાં એક
કરો અગર કરી વિચારપૂર્વક વીશ પાનાં અને એક વર્ષમાં સાત હજાર પાનાં અગર અઢાર મેટાં પુસ્તક વાંચી શકે.”
એક-બે કલાકમાં તે શું ? એમ કહીને જેઓ પિતાને સમય અહીં-તહીં રખડવામાં, ટોળ-ટિખળ કરવામાં,