________________
૧૪૪
સકસિદ્ધિ
સમયના ટુકડાઓના કેબીન ' નામના
કરી શકયો હતો. મેરિયન હેાલેન્ડ સદુપયોગ કરવાથી જ અંકલ ટોમ્સ ૮ ' અતિ લોકપ્રિય ગ્રંથ લખી શકી હતી. સદુપયેાગ થાય તે માટે ગ્લેડસ્ટન પેાતાના ગજવામાં કોઈ ને કોઈ પુસ્તક રાખતા.
મીનીટે મીનીટના
તેણે કહ્યું છે કે ‘મારું કહેવુ. ખરૂ માનજો કે તમારા સ્વપ્નમાં પણ જેના તમને ખ્યાલ નહિ હેાય તેવા વ્યાજના વ્યાજ સાથે સમયની કરકસરના લાભ તમને પાછલી જીંદગીમાં મળશે. સમય ગુમાવવાથી માણસને માનિસક તેમજ નૈતિક બાંધા વધારેમાં વધારે, આપણે ધારીએ તેના કરતાં પણ વધારે ઉતરી જાય છે. ’
‘ જુવાનીનું રળેલુ' વૃદ્ધાવસ્થામાં કામ લાગે છે ' એ કહેવતમાં પણ લગભગ આવેા જ ભાવ રહેલા છે. જે મનુષ્યા પાતાની જુવાનીના દિવસેામાં સમયને સાવધાનીપૂર્વક ઉપયાગ કરે છે અને સારી રીતે ધન કમાય છે, તેને વૃદ્ધાવસ્થામાં ખૂબ રાહત મળે છે. અને જેએ જુવાનીમાં દીવાના બની પેાતાના કિંમતી સમયને ગમે તેમ વેડફી નાખે છે અને ધનના સંચય કરતા નથી, તે પેાતાની વૃદ્ધાવસ્થામાં ખૂબ ખૂબ પરસાય છે. પરંતુ પછી દહાડા વળતા નથી.
સંત તુલસીદાસજીએ કહ્યું છે કેका बरखा जब कृषी सुखाने । समय चूकिं पुनि का पछताने ||