________________
૧૪
સંકલ્પ સિદ્ધિ દારી ભરેલાં કામમાં તે આવું ચાલી શકે જ નહિ. તાત્પર્ય કે આ સગામાં નોકરી કે કામધંધા પરથી છૂટું થવું પડે છે અને ઉન્નતિની સર્વ આશા ઓસરી જાય છે.
અહીં એટલી સ્પષ્ટતા ઉચિત છે કે “શી ઉતાવળ !” કાલે વાત” “પછીથી કરી શું” “એતે ચાલ્યા કરે “આજે મન થતું નથી વગેરે વિચારેને અમે વિષતુલ્ય સમજીએ છીએ, કારણ કે તે ઉત્સાહના પ્રાણ હરી લે છે અને આપણે જે સમયપત્રક બનાવ્યું હોય તેને ઊંધું વાળી નાંખે છે. આ નીતિ-રીતિથી કઈ પણ કાર્ય નિર્ધારિત સમયે પૂરું થતું નથી અને તે આપણને યશ કે લાભ આપી શકતું નથી.
જે આપણે આગગાડી દ્વારા મુસાફરી કરવા ધારી હેય તે સમયસર સ્ટેશને પહોંચવું જોઈએ અને જે વર્ગની ટીકીટ લીધી હોય તે વર્ગના ડબ્બામાં દાખલ થઈ જવું જોઈએ. તેના બદલે સ્ટેશને મોડા પહોંચીએ અને ગાડીને ઉપડી ગયેલી જતાં તેને પકડવા પાછળ દોડીએ તે તેથી શો દહાડે વળે? તાત્પર્ય કે જે કામ જે સમયે કરવાનું હોય, તે કામ તે સમયે જ કરવું જોઈએ અને એક યા બીજા બહાના આગળ ધરીને તેને મુલતવી રાખવું ન જોઈએ. “મુલતવી રાખવાનાં માઠાં ફળ” એ ઉક્તિ તે સુજ્ઞ પાઠકેએ સાંભળી જ હશે.
અહીં એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે નિયમિતતાથી સંકલ્પશક્તિ કેળવાય છે અને ગમે તેવાં કઠિન કાર્યો પાર પાડવાની હામ આવે છે. તથા તે સહે