________________
સકસિદ્ધિ
જેએ ગમે ત્યારે ખાય છે, ગમે તે ખાય છે અને ગમે તેટલું ખાય છે, તેમને વિવિધ પ્રકારની બિમારીઓ લાગુ પડે છે અને તેથી તેમની બધી ઈચ્છાઓ-આશાએ પર પાણી ફરી વળે છે. નિયમિત ભાજન કરનારા, પેાતાને અનુકૂળ પદાર્થો જ ગ્રહણ કરનારા તથા પરિમિત પ્રમાણમાં તેનું સેવન કરનારા ભાગ્યે જ બિમાર પડે છે અને કદાચ બિમાર પડે તે થાડા જ ઉપચારે સારા થઈ જાય છે. જ્યારે અનિયમિતતાના પનારે પડેલાની હાલત બહુ ખૂરી હોય છે. બિમારી તેના પીછે છેડતી નથી, એટલું જ નહિ પણ તે નવા નવા સ્વરૂપે તેના પર આ હુમલા કર્યાંજ કરે છે.
૧૩૬
નોકરી-ધ ́ધામાં નિયમિતતા ન જાળવવાનું કેવું પરિણામ આવે, તે વિચારી જુએ. તમે કોઈ નોકરીના સ્વીકાર કર્યાં પછી નિયમિત સમયે હાજર ન થાએ કે નિયમ પ્રમાણે કામ ન કરો તેા એ નાકરી ટકે ખરી ? અને તમારા જીવનનિર્વાહ એ નાકરીને આધારે જ થવાના હોય તે પરિણામ શું આવે? તમારે તથા તમારા કુટુંબીજનાને દુઃખી હાલતમાં જ દિવસે પસાર કરવા પડે અને બીજાની યા પર નભવાને વખત આવે. એક સુન્ન-શાણા મનુષ્ય તરીકે તમે આ પરિસ્થિતિને પસદ કરી ખરા ?
ઘરના ધંધામાં પણ નિયમિત હાજરી આપવાનું તથા નિયમ અનુસાર કામ કરવા-કરાવવાનું એટલુ જ જરૂરી છે. જો દુકાન કે પેઢી પર માટા ભાગે ધણીની ગેરહાજરી રહેતી હાય તેા એ દુકાન કે પેઢી રળતી નથી. તેના બધા નફો