________________
નિયમિતતા
૧૩૫
"
માત્માને યાદ કરવા અને તેનું પવિત્ર નામ લેવું, બ્રહ્મચિંતન અટલે બ્રહ્મ સંબંધી ચિંતન કરવું, જેમકે હું બ્રહ્મસ્વરૂપ છુ અને આ જગત્ મિથ્યા છે. માટે આ જગતના સ્થૂલ વ્યવહારેોમાં અટવાઈ ન પડતાં મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરવા જોઇએ, વગેરે. આત્મજાગરિકા એટલે આત્મા અંગે જાગરણ-જાગૃતિ.” તેમાં ‘હું કયાંથી આવ્યા ? ક્યાં જવાના ? મેં અત્યાર સુધીમાં કરવા યાગ્ય શુ કર્યું ? અને શું ન કર્યું ?” તેના વિચાર કરવાના હોય છે. પરંતુ અનેિમિતપણે સૂનારા અને અનિયમિતપણે ઉડનારા આમાંનુ કંઈ કરી શકતા નથી અને જે માનવજીવનને દિવ્ય ભાવાથી દેદીપ્યમાન કરવું જોઇએ, તેને પશુભાવમાં રગડી પાશવી મનાવી દે છે.
જ
ઉઠતાંની સાથે પ્રભુનું નામ લેવાને બદલે કે બ્રહ્મચિંતન અથવા આત્મજાગરણ કરવાને બદલે ચાદેવીનું સ્મરણ કરવુ અને તેના એક કે બે પ્યાલા પેટમાં પડે, પછી જ પથારી નીચે પગ મૂકવા એને પશુભાવ નહિ તે ખીજું શું કહીએ ? પશુએ ઉડતાંની સાથે જ ઘાસમાં મેઢું નાખે છે અને તેમના એ પ્રકારના વ્યવહાર બધે વખત ચાલ્યા કરે છે.
મનુષ્યને વિચારશક્તિ મળી છે, એટલે તેણે પેાતાનાં વ્યના વિચાર કરવા જોઈએ અને પાતે જે કુટેવાને ભાગ થઈ પડ્યો હાય, તે સુધારી લેવી જોઈ એ.
ન્હાવા-ધાત્રામાં નિયમિતતા રાખવાથી શરીર તથા મન પ્રસન્ન રહે છે અને પૂજા-પાઠ આદિ જે કઈ ધાર્મિક આચરણ કરવું હેાય તે સારી રીતે થઈ શકે છે.