________________
-
૧૩૪
સંકલ્પ સિદ્ધિ વ્યક્તિ પ્રત્યે તેમને અણગમો થાય છે, તેની સાથે લડવાને પ્રસંગ આવી પડે છે. પછી તેને માટે માન કે પ્રેમ તો રહેજ ક્યાંથી? તાત્પર્ય કે જેમને ઉન્નતિ સાધવી છે, તેમને તે આવી ટેવ–આ પ્રકારની અનિયમિતતા પરવડે જ નહિ.
આપણુ બાપદાદાઓ લગભગ દશ વાગે સૂઈને પ્રાતઃ કાલમાં પાંચ વાગે ઉઠી જતા અને પ્રભુસ્મરણ આદિ કરીને પિતાનાં કામે લાગી જતાં. આથી તેઓ બધાં કામને પોંચી વળતા. અમને પિતાને છાત્રાલયમાં પાંચ વાગે ઉઠી જવાની ટેવ પાડવામાં આવેલી, તે અમને જીવનમાં ઘણી ઉપયોગી થઈ પડેલી છે. ખાસ કરીને લેખનકાર્ય માટે એ સમય ઘણો અનુકૂળ હોવાથી અમને વિશેષ લાભ થ છે.
આજે કોણ જાણે કેમ, પણ મોડા સૂઈને મોડા ઉઠવાની ટેવ વધતી જાય છે અને તેનું પરિણામ આરોગ્ય, બુદ્ધિ અને ધન એ ત્રણે ય વસ્તુ પર ખરાબ આવી રહ્યું છે.
કેટલાક કહે છે કે અમને વહેલા ઊંઘ આવતી નથી, એટલે અમે ગમે તેમ કરીને રાત્રિના બાર-સાડાબાર વગાડીએ છીએ અને પછી સૂઈ જઈએ છીએ, એટલે સાત-સાડાસાતથી વહેલા ઉઠાતું જ નથી. પણ ટેવ પાડી પડે છે. જે તમે મનમાં દઢ સંકલ્પ કરે કે “હવેથી હું વહેલે સૂઈશ” અને તે રીતે પથારીમાં પડે તે ધીમે ધીમે વહેલા સૂઈ શકો છો અને વહેલા ઉઠી શકે છે.
પ્રાતઃકાલની મુખ્ય કિયા પ્રભુસ્મરણ, બ્રહ્મચિંતન કે આત્મજાગરિકા છે. પ્રભુસ્મરણ એટલે પ્રભુને-ઈશ્વરને-પર