________________
જ્ઞાન સંચય
૧૨૯ લોકમાન્ય ટિળકે એક સ્થળે કહ્યું છે કે “જ્યાં સદ્ગને વાસ હોય, ત્યાં સ્વર્ગ આપોઆપ ખડું થઈ જાય છે.”
વિદેશી વિદ્વાનોએ પણ સદ્ગથેની ભારે તારીફ કરી છે.
લેંગફડે જણાવ્યું છે કે મનુષ્યને સચ્ચાઈની રાહ પર લાવવા જે કઈ સાચું સાધન હોય, તો તે સદ્ગથે છે.”
જ્યોર્જ એસ, હિલાર્ડન એ શબ્દો છે કે “સગ્રંથે એ મિત્રહીન મનુષ્યના સાચા મિત્ર છે.”
જેસ કલાકે કહ્યું છે કે “ઉત્તમ ગ્રંથાએ જગતનું મહાન હિત કર્યું છે અને કયે જાય છે. ઉત્તમ ગ્રંથ આપણી આશાને જાગૃત રાખે છે, નવીન ઉત્સાહ આપે છે અને શ્રદ્ધાને સચેત કરે છે. વળી તે દુઃખને શાંત કરે છે, જીવન આદર્શ બનાવે છે, દૂર દૂરના યુગોને તથા દેશને સમીપ લઈ આવે છે, સૌંદર્યનું નવું જગત્ ઉત્પન્ન કરે છે અને સ્વર્ગમાંથી સત્ય લઈ આવે છે. આ બધી વસ્તુઓને જ્યારે હું વિચાર કરું છું, ત્યારે ઈશ્વરની આ બક્ષીસ માટે તેને અનેક ધન્યવાદ આપું છું.”
અમને પિતાને નાનપણથી જ પુસ્તકે પ્રત્યે ઘણો પ્રેમ હતે, તેથી સમજીએ કે ન સમજીએ તો પણ પુસ્તકે વિાંચ્યા જ કરતા. અમારે આ પુસ્તકપ્રેમ પિષવા માટે અમે અંગ્રેજી ચેથા ધોરણથી + એક પુસ્તકાલયના* મદદનીશ
+ હાલની પદ્ધતિએ સાતમી કક્ષાથી.
૪ આ પુસ્તકાલય અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયનું સમજવું. આ વખતે અમે ત્યાં રહીને વિદ્યાભ્યાસ કરતા હતા.