________________
સકસિદ્ધિ
૧૨૮
હતા, એટલે તેનુ એક પાનું ઉઘાડ્યું, તે તેમાં નીચેના શબ્દો વાંચવામાં આવ્યા :
હું પુરુષ! જીવન એક અણુમેલ વસ્તુ છે. તે આજે ભલે અધકારમય ભાસે, પણ આવતી કાલે દિવ્ય રાશનીથી ઝળકી ઉઠશે. તારા માટે ઉજ્જવલ ભાવી નિર્માણ થયેલુ છે.’
અને તેણે આપઘાત કરવાના વિચાર માંડી વાળ્યેા. રિવાલ્વરમાંથી ગાળીઓ કાઢી નાંખી. પછી શાંત-સ્વસ્થ ચિત્ત પેાતાનુ કામ સંભાળ્યું. તેની લગભગ બાર મહિના સુધી કસોટી તા થઈ, પણ આખરે કલંકનું નિવારણ થયું, તેના કામની કદર થઈ અને તે ક્રમશઃ ઊંચા હેાદ્દાઓ પર ચડતાં પેાતાનું ભાવી ઉજ્જવલ બનાવી શકયો.
તાત્પર્ય કે સારાં પુરતો પ્રત્યે પ્રેમ કેળવવા, તેને આદર કરવા અને તેનું વાચન મનન-પરિશીલન કરવાની ટેવ પાડવી, એ ઉન્નતિના એક ઉમદા ઉપાય છે.
મહાત્મા ગાંધીજીએ જેલજીવનમાં સદગ્રંથાને જ પેાતાના મિત્રા અનાવ્યા હતા અને તેના સહારે તેઓ પેાતાને બધા સમય સુખ–ચેનમાં વ્યતીત કરી શકતા હતા. તેમણે સથાની ખૂબ જ પ્રશંસા કરી છે અને તેના પઠન-પાઠનમાં લીન રહેવા માટે ઘણા ભાર મૂકેલા છે.
અ'કિમચંદ્ર ચટોપાધ્યાય વારંવાર કહેતા કે સથિાનું વાંચન જેટલા આનદ આપી શકે છે, તેટલે આનંદ આ જગતની ખીજી કોઈ પણ વસ્તુ આપી શકતી નથી.’
'