________________
જ્ઞાનના સંચય
૧૨૭
તાપ કે તક મળતી નથી ’ એવી ફિરયાદમાં કંઈ વજુદ નથી. જે મનુષ્ય જ્ઞાની છે, તકને જોઈ શકે છે, અને તેના યથા ઉપયેગ પણ કરી શકે છે. તેથી જરૂરનુ એ છે કે જ્ઞાનના સચય કરેા અને જ્ઞાની અનેા.
એ વાત સાચી છે કે જ્ઞાનના સંચય એકદમ થતા નથી, તે ધીરે ધીરે થાય છે. પણ તેથી નિરાશ થવાનુ કારણ નથી. ધીમે ધીમે સંચિત થયેલું જ્ઞાન એક કાળે વિશાલ ભંડારરૂપ અની જાય છે અને તે અપૂર્વ ઉન્નતિનુ સાધન અને છે.
જ્ઞાનના સંચય કરવાનાં સાધના અનેક છે, પણ તેમાં પુસ્તકોનુ–સારાં પુસ્તકોનું સ્થાન આગળ પડતું છે. તે મિત્રાની ગરજ સારે છે, મુરબ્બીઓના ધર્મ બજાવે છે અને આપણને અવનવા જ્ઞાનની ભેટ ધરે છે. વળી કોઈ ક વાર તેઓ આપણા પ્રાણ પણ બચાવે છે અને એ રીતે જીવનદાતાનું કામ પણ
કરે છે.
એક મોટા અધિકારી પોતાના ઉપર અમુક માખતનુ કલક આવવાથી અત્યંત નારાજ થયા, તેમને જીવન અકારું, લાગ્યું અને તેમણે પેાતાની રિવાલ્વરમાં ગેાળીએ ભરી. તેને છાતી સામી કે લમણાં પર રાખી ઘેાડા દબાવે કે ગાળી સાંસરી નીકરી જાય અને તેમના જીવનના અંત આવી જાય, એમાં કોઈ શંકા ન હતી. પરંતુ એવામાં તેમની નજર ટેખલ પર ગઈ અને ત્યાં એક પુસ્તક જોવામાં આવ્યું. તેમને
આ પુસ્તક પ્રિય હતું, તેને તેએ અંતરથી આદર કરતા