________________
૧૩૦
સંકલ્પસિદ્ધિ
વ્યવસ્થાપક બન્યા હતા અને ગૂજરાત વિદ્યાપીઠના વિનીત થવા સુધીમાં તેનાં સેળસે ય પુસ્તક વાંચી કાઢયા હતા! આ બધાં પુસ્તકનું લખાણ તે ક્યાંથી યાદ રહે? તેને સાર યાદ રાખવું પણ મુશ્કેલ હતો, પરંતુ અમે તે પુસ્તકના રૂપ-રંગ તથા કદ બરાબર યાદ રાખી લીધાં હતાં, તેથી તેમાંનું કઈ પણ પુસ્તક અંધારામાં પણ બરાબર બહાર કાઢી શકતા હતા. પાછળથી આ બાબતના બે વાર પ્રયોગ થયેલા અને તેમાં અમે બરાબર પાર ઉતર્યા હતા. અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે એ વખતે અમે અવધાની હતા નહિ કે અવધાનવિદ્યા અંગે કંઈ પણ માહિતી ધરાવતા નહિ. અવધાની–શતાવધાની છે અને ત્યારબાદ ઘણું લાંબા વખતે બન્યા.
જીવનની જટિલ સમસ્યાને ઉકેલ કરવા માટે અમારે ઓગણીશ–વીશ વર્ષની ઉંમરે ધંધે લાગવું પડ્યું, પણ ત્યાં યે અમારે પુસ્તકપ્રેમ ચાલુ રહ્યો. શરૂઆતના દિવસમાં તે અમે માત્ર એક વખત લેજમાં જમીને જે પૈસા બચાવતા હતા, તેમને મોટો ભાગ નવાં ઉપયોગી પુસ્તકો ખરીદવામાં કરતા હતા.
પછી લેખનની પ્રવૃત્તિ શરૂ થઈ એટલે પુસ્તકને પરિચય વધે. અહીં અમને સ્પષ્ટ કહેવા દો કે પુસ્તકોને અમે જ્ઞાનની સાક્ષાત્ મૂર્તિ સમજીએ છીએ અને તેને ઈષ્ટદેવ જેટલે જ આદર કરીએ છીએ. કોઈ પુસ્તકને પછાડે, ફાડે, તેડે પગ લગાડે તે અમને બિલકુલ ગમતું નથી.