________________
[૧૦] વિચાર કરવાની ટેવ
સિદ્ધિ કે સફલતા મેળવવા માટે પુરુષાથી તથા આશાવાદી બનવું અત્યંત જરૂરનું છે, પણ તેટલાથી જ કામ પૂરું થતું નથી. તે માટે બીજા પણ કેટલાક ગુણે કેળવવા પડે છે, જેમાં વિચારશીલતા કે વિચાર કરવાની ટેવ મુખ્ય છે.
જે વિચાર કરવાની ટેવ પાડીએ તે આપણી સમજણ સુધરતી જાય છે, આપણું જ્ઞાનમાં દિન-પ્રતિદિન વધારે થતું જાય છે અને એક ઉત્તમ મનુષ્ય તરીકે જે જે ગુણો મેળવવા જોઈએ, તે બધા ગુણ આપણે મેળવી શકીએ છીએ.
સમજુ, જ્ઞાની તથા ગુણિયલ મનુષ્યને માટે આ જગતમાં શું અલભ્ય છે? સમજુ મનુષ્ય ગમે તેવી મુશ્કેલી માંથી માર્ગ કાઢી શકે છે, જ્ઞાની મનુષ્ય ગમે તેવી વિપરીત સ્થિતિમાં પણ મનનું સમતોલપણું જાળવી શકે છે અને ગુણિયલ મનુષ્ય પિતાની ગુણસમૃદ્ધિને લીધે હજારો-લાખ