SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] વિચાર કરવાની ટેવ સિદ્ધિ કે સફલતા મેળવવા માટે પુરુષાથી તથા આશાવાદી બનવું અત્યંત જરૂરનું છે, પણ તેટલાથી જ કામ પૂરું થતું નથી. તે માટે બીજા પણ કેટલાક ગુણે કેળવવા પડે છે, જેમાં વિચારશીલતા કે વિચાર કરવાની ટેવ મુખ્ય છે. જે વિચાર કરવાની ટેવ પાડીએ તે આપણી સમજણ સુધરતી જાય છે, આપણું જ્ઞાનમાં દિન-પ્રતિદિન વધારે થતું જાય છે અને એક ઉત્તમ મનુષ્ય તરીકે જે જે ગુણો મેળવવા જોઈએ, તે બધા ગુણ આપણે મેળવી શકીએ છીએ. સમજુ, જ્ઞાની તથા ગુણિયલ મનુષ્યને માટે આ જગતમાં શું અલભ્ય છે? સમજુ મનુષ્ય ગમે તેવી મુશ્કેલી માંથી માર્ગ કાઢી શકે છે, જ્ઞાની મનુષ્ય ગમે તેવી વિપરીત સ્થિતિમાં પણ મનનું સમતોલપણું જાળવી શકે છે અને ગુણિયલ મનુષ્ય પિતાની ગુણસમૃદ્ધિને લીધે હજારો-લાખ
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy