________________
૧૧૨
સકસિદ્ધિ
ટેવાયેલા છે, તે સમય આવ્યે તેમાંથી મહાન સિદ્ધાંતા શેોધી કાઢે છે અને તેનું પરિણામ આશ્ચર્યજનક આવે છે. અંગ્રેજ યુવાન આઈઝેક ન્યુટન નાની-મોટી ઘટનાએ પર વિચાર કરવાને ટેવાયેલા હતા, તેથી જ તેણે એક વૃક્ષ પરથી ફળને નીચું પડતુ જોઈ પેાતાના મનમાં વિચાર કર્યા કે આ ફળ ઉપર ન જતાં નીચુ' કેમ પડયું ?' અને પરિણામે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત શેાધી કાઢ્યો કે જેણે આ વિશ્વનુ રહસ્ય સમજવામાં અનેરા ભાગ ભજવ્યેા છે.
'
જેમ્સ વોટ એક સ્ટોકીશ યુવાન હતા. તે પણ નાની મેાટી ઘટના પર વિચાર કરવાને ટેવાયેલેા હતેા. તેણે એક વખત ચૂલા પર રહેલી ચાની કીટલીનુ ઢાંકણુ ઊંચુંનીચું થતું જોયું અને વિચાર કર્યાં કે આમ શાથી બને છે ?” એમ કરતાં તેને વરાળની શક્તિનું ભાન થયું અને તેમાંથી વરાળયંત્ર શેાધી કાઢ્યું કે જેણે લાખંડના પાટા પર આગગાડી દોડાવવામાં અગત્યના ભાગ ભજવ્યેા છે.
ભૂલેાની પરંપરા અથવા તા ગંભીર ભૂલ એ નિષ્ફ લતાનું મુખ્ય કારણ છે, પણ આપણે વિચાર કરવાની ટેવ પાડીએ તે ભૂલેાની પરંપરાથી બચી શકીએ છીએ, અથવા ગંભીર ભૂલ કરતા નથી અને એ રીતે નિષ્ફલતાનું નિવારણ કરીને સિદ્ધિ કે સફલતાના માર્ગ નિષ્કંટક બનાવી શકીએ છીએ.
એક મનુષ્ય ઉપરાઉપરી ઠોકર ખાતા હોય અને બધી વાતમાં પાછો પડતા હેાત તા સમજવું કે તે વિચાર કરવાને ટેવાયેલા નથી અને તેથી વિચારપૂર્વક વર્તી શકતા નથી.