________________
૧૧૭
T
વિચાર કરવાની ટેવ
પંડિતની આ હાલત જોઈને ગામલોકો હસવા લાગ્યા અને “ભણ્યા પણ ગણ્યા નહિ” એમ કહી મશ્કરી કરવા લાગ્યા. તે પંડિત સ્વદેશ પહોંચ્યા, ત્યાં પણ તેમની હાલત આવી જ થઈ
તાત્પર્ય કે આપણે જે શા ભણીએ, પુસ્તક વાંચીએ તેને મર્મ સમજે જોઈએ, પણ તે મર્મ ત્યારે જ સમજાય છે કે જ્યારે આપણે વાંચેલા પર વિચાર કરવાની ટેવ પાડીએ.
વડીલેની શિખામણમાં ભારોભાર અનુભવજ્ઞાન ભરેલું હોય છે, પણ જે વિચાર કરવાને ટેવાયેલું હોય છે, તે જ એના વાસ્તવિક રહસ્ય સુધી પહોંચી શકે છે. બાકીના બધાની હાલત ઓછા કે વત્તા અંશે શ્રેષ્ઠિપુત્ર ભેળા જેવી થાય છે.
શ્રેષ્ઠીપુત્ર ભેળે એક શેઠે મરતી વખતે પિતાના પુત્ર ભેળાને પાસે બેલાવીને કહ્યું કે “બેટા ! હું તે હવે આ સંસારની વિદાય લઉં છું, પણ તારું ભલું થાય, તે માટે સાત શિખામણ આપતો જાઉં છું. તે તું બરાબર સાંભળી લે અને તેનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરજે. તે શિખામણ આ પ્રકારની છેઃ
(૧) ઘરફરતી દાંતની વાડ કરજે. (૨) દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ. (૩) સ્ત્રીને બાંધી મારજે. (૪) હંમેશાં મીઠું જમજે. (૫) ગામેગામ ઘર કરજે.