________________
વિચાર કરવાની ટેવ
૧૨૧ કર્યું અને તું હેરાન-પરેશાન થઈ ગયે, માટે એ શિખામણનું સાચું રહસ્ય સમજી લે.
(૧) “ઘર ફરતી દાંતની વાડ કરજે.” એટલે ઘરની આસપાસ રહેતા લેકે સાથે વાણુને એ વ્યવહાર કરજે કે જેથી બધા આપણને વાડરૂપ થાય અને આપણું રક્ષણ કરે. જે માણસો પાડોશીઓ જોડે સારાસારી રાખતા નથી અને વાતવાતમાં વહી પડે છે, દંતકલહ કરે છે, તેઓને અનેક પ્રસંગોએ વેઠવું પડે છે અને નહિ ધારેલી મુશીબતે ઉઠાવવી પડે છે. તેથી દાંતની વાડ કરવી, એ ડહાપણભરેલું કામ છે.
(૨) “દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ એટલે દ્રવ્ય એવી રીતે આપજે કે આપ્યા પછી તેમની પાસે લેવા જવાને વખત આવે નહિ. આવું ત્યારે જ બને કે જ્યારે સામા પાસેથી આપણું પિસા કરતાં દોઢી–બમણી કિંમતનું ઘરેણું બાનામાં લીધું હોય કે તેની કઈ મિલક્ત લખાવી લીધી હોય. એ રીતને વ્યવહાર કર્યા વિના જે માત્ર અંગઉધાર નાણુ ધીર્યા છે કે આપણું ઘર પૂછતા આવે નહિ અને લીધેલું પાછું આપી જાય નહિ. તેથી દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ—લેવા જવું પડે તે વ્યવહાર કરીશ નહિ, એમ કહ્યું તે તદ્દન વ્યાજબી છે.
(૩) “સ્ત્રીને બાંધી મારજે એટલે તેને કામમાં એવી રીતે પરાવી દેજે કે જેથી તેને નબળા વિચાર આવે
નહિ.