________________
૧૧૬
સંકલ્પસિદ્ધિ (લાંબા તાંતણવાળી) જોતાં જ પંડિતજીને યાદ આવ્યું કે દીર્ઘસૂત્રીપણું અનિષ્ટ છે, માટે આપણે આ મીઠાઈ વાપરવી નહિ. આથી તેઓ કંઈપણ વિશેષ બેલ્યા વિના ઊભા થઈ ગયા. પ્રિય પાઠકે! દીર્ઘસૂત્રીપણાને વાસ્તવિક અર્થ શું થાય છે? તે વિચારી જેશે. જે એ અર્થ સમજાશે તે દીર્ઘ સૂત્રીપણું અનિષ્ટ હોવા બાબત તમને કઈ શંકા રહેશે નહિ. પણ પંડિતજીએ તો માત્ર તેને શબ્દાર્થ કર્યો, ભાવાર્થ સુધી પહોંચવાની તસ્દી લીધી નહિ અને તેથી આ સ્થિતિ ઊભી થઈ કે બીજા યજમાને ખાખરા પીરસ્યા. તેને ખૂબ મોટા
જોઈ પંડિતજીને શાસ્ત્રવચનનું સ્મરણ થયું કે- “અતિ વિસ્તાર હોય ત્યાં, જરૂર ઉત્પાત થાય છે. એટલે આ અતિ વિસ્તારવાળી વસ્તુ મારે ખાવા લાયક નથી. તે જે મારા પેટમાં જશે તે જરૂર ઉત્પાત મચાવશે, એટલે તેઓ પણ જમ્યા વિના ઊભા થઈ ગયા. યજમાને પૂછ્યું કે “પંડિતજી ! આમ કેમ ?” પણ પંડિતજીએ માત્ર એટલે જ જવાબ. આપે કે “એમ જ.”
હવે ત્રીજા પંડિતની શી સ્થિતિ થઈ? તે પણ જોઈએ. તેને યજમાન તરફથી ગરમાગરમ વડાં પીરસવામાં આવ્યાં. તેમાં સયા વતી કેટલાંક કાણાં પડેલાં હતાં. એ કાણું જોતાં, જ પંડિતજીને યાદ આવ્યું કે “જ્યાં બહુ છિદ્રો હોય છે, ત્યાં જરૂર અનર્થ થાય છે. એટલે તેમણે પણ ભેજન કર્યા સિવાય ઊભા થઈને હાથ ધયા અને યજમાનની વિદાય લીધી.