________________
૧૧૪
સંકલ્પસિદ્ધિ
ઉઠ કે “આમાંથી કયા માર્ગે જવું?” એ વખતે એક પંડિતને શાસ્ત્રવચન યાદ આવ્યું કે “જે રસ્તે મહાજન જાય, તે માર્ગે જવું.' પણ મહાજન કોને કહેવાય? તેને મર્મ વિચાર્યો નહિ. એ વખતે ઘણુ માણસેને સમૂહ કઈ વણિકપુત્રને દેન દેવા માટે સ્મશાનવાળા માર્ગે જઈ રહ્યો હતે, તેને મહાજન માની આ પંડિતે એ રસ્તે ચાલ્યા અને સ્મશાનભૂમિની નજીક આવીને ઊભા રહ્યા.
એ વખતે સ્મશાનભૂમિમાં એક ગધેડાને ઊભેલે જોઈ બીજા પંડિતને શાસ્ત્રવચન યાદ આવ્યું કે
ઉત્સવે વ્યસને તેમ, દુર્મિક્ષ શત્રુસો, રાજકારે સ્મશાને યે, જે ઊભે તે જ બાંધવ.
અહીં ઊભા રહેવાને અર્થ સાથે ચાલે–સહાયરૂપ થાય એ છે, પણ પંડિત મહાશયેએ તેને અર્થ માત્ર ઊભે હોય એ જ કર્યો અને તેથી ગધેડાના ગળે બાઝી “અહે આંધવ! હે બાંધવ!” એમ કહીને બંધુ પ્રેમ દર્શાવવા લાગ્યા.
એવામાં ઝડપથી ચાલતે એક ઊંટ તેમની સમીપે આવ્યું. તે જોઈ ત્રીજા પંડિતે કહ્યું કે “ધર્મની ગતિ ત્વરિત હોય છે.” એટલે આ સાક્ષાત્ ધર્મ જણાય છે અને “ઈષ્ટને ધર્મની સાથે જોડવો” એ શાસ્ત્રને આદેશ છે, માટે આપણે આ ઈષ્ટ ગધેડાને ઊંટ રૂપી ધર્મની ડોકે બાંધવે જોઈએ. જોઈ લે શાસ્ત્રાણાનો અમલ! એ પંડિતોએ ઊંટને ત્યાં
ભાવી, કઈ પણ રીતે પેલા ગધેડાને તેની કેટે બબ્બે અને ત્યાંથી ચાલતા થયા.