________________
સંકલ્પસિદ્ધિ
કાર્યની જવાબદારી સ્વીકાર કર્યો કે તેમાં જરા પણ બેદકારી કે લાપરવાહી કરવી નહિ. પિતાની સમગ્ર શક્તિથી એ કામ પાર પાડવું. - પુરુષાર્થનું શું પગથિયું વીર્ય છે. વીર્ય એટલે સ્વીકૃત કાર્યને પાર પાડવામાં આનંદ માન, ઉત્સાહ રાખે કે ઉમંગ ધરાવે.
ઉઠીને ઊભા થયા, કામે લાગ્યા અને હાથ-પગ હલાવવા લાગ્યા, પણ મનમાં કઈ જાતને ઉલ્લાસ કે આનંદ ન હોય તે એ કામ વેઠ જેવું થઈ પડે અને તેથી લાંબો સમય ચાલે નહિ. આજની સંસ્થાઓમાં પરાણે પ્રમુખ થનારા કે શરમાશરમીથી મંત્રીપદનું સરૂં ગળે ભરાવનારાઓની આખરે શી હાલત થાય છે ? તે આપણું કેઈથી અજાણી નથી. અંતરને ઉલ્લાસ એ જુદી જ વસ્તુ છે. તેમાં શ્રમ થવા છતાં શ્રમ જણાતું નથી કે સાધન-સંગોની કઈ ફરિયાદ કરવાની રહેતી નથી. સાધન ગમે તેવાં ટાંચાં હેય કે સંગ ગમે તેટલા પ્રતિકૂળ હોય, પણ અંતરને ઉલ્લાસ એ બધાને પહોંચી વળે છે. તેથી જ સફલતાના એક સિદ્ધાંત તરીકે વીર્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
પુરુષાર્થનું પાંચમું પગથિયું પરાક્રમ છે. પરાકમ એટલે અંતરાયે, મુશ્કેલીઓ કે વિને સામે શૈર્ય પૂર્વક ઊભા રહેવું અને તેમને ઓળંગી જવાની વીરતા બતાવવી.
આપણે પણ પ્રવૃત્તિ શરૂ કરીએ, એટલે તેમાં એક યા બીજા પ્રકારના અંતરાયે કે વિને તે આવે જ