________________
૧oo
સંકસિદ્ધિ કરવાની જરૂર હતી, તે બધી સગવડ કરી લીધી. પરંતુ ભૂસ્તરશાસ્ત્રીએ કહેલી ઊંડાઈ સુધીમાં તેનું નીકળ્યું નહિ. તેનાથી થોડું વધારે ખાવું તો તેમાં પણ સેનાની માટીનાં દર્શન થયાં નહિ. આખરે તેણે કંટાળીને એ જમીન તથા બધો માલ-સામાન મોટી નુકશાની ખમીને વેચી નાખ્યો અને તેમાંથી ફારેગ થયે. હવે જેણે આ જમીન તથા માલ-સામાન ખરીદ્યો હતો, તેણે તો એક જ ગણતરી કરી કે “તેણે બધું એટલું આપણે ખેદવું નહિ પડે, માટે દવાનું ચાલુ રાખવું.” અને ત્યાંથી માત્ર દશ ફુટ નીચે બેદતાં જ સેનાની માટી મળી આવી અને સોનાની ખાણ શરૂ થઈ ગઈ. તેમાંથી સોનું બનાવતાં તે માલેતુજાર બની ગયો.
તાત્પર્ય કે એક શુભ સંકલ્પ કર્યા પછી અને તે અંગે પુરુષાર્થ આદર્યા પછી ગમે તેવાં વિદને આવવા છતાં તેને છોડે નહિ, તે પરાક્રમનું સાચું સ્વરૂપ છે.
પુરુષાર્થને ચમત્કાર અમે અમારા જીવનમાં બરાબર નિહાળે છે. તે અંગે અહીં થોડો ઈશારે કરે ઉચિત છે.
ગામડા ગામમાં એક અતિ સામાન્ય સ્થિતિના કુટુંબમાં જન્મ થયે. આઠ વર્ષની ઉંમરે પિતાશ્રી મરણ પામ્યા અને અમારા પૂજ્ય માતુશ્રીને વૈધવ્યના દિવસે પસાર કરવાને વખત આવ્યું. તે વખતે અમારે બે બહેન હતી, પણ તેમની ઉમર ઘણું નાની હતી, એટલે ઘણુંખરાં કામમાં અમારે જ મદદ કરવી પડતી.
અમે તળાવે જઈ પાણી ભરી લાવતા, ગાય-ભેંસના