________________
આશાવાદી બને
૧૦૭ છીએ, શક્તિહીન છીએ, અમારા માટે ઉજજવલ ભાવી નિર્માણ થયું હોય એવું અમે માની શકતા નથી. અમારા બાપદાદા આવી જ હાલતમાં જીવતા હતા અને અમે પણ આવી જ હાલતમાં જીવીએ છીએ. તમે આશાવાદી થવાનું કહે છે, પણ આશા ઠગારી છે. તે અમને ઠગ્યા જ કરે છે, તેથી અમે તેને સાથ છોડી દીધો છે. તાત્પર્ય કે આ સંગમાં અમે કઈ રીતે આશાવાદી બની શકીએ તેમ નથી.”
પરંતુ આ મંતવ્ય એગ્ય નથી, ઉચિત નથી. જે મનુષ્ય આશાવાદી બને અને પૂરતો પુરુષાર્થ કરે તે ગમે તેવી કાળી કંગાલિયતને મીટાવી શકે છે, પિતાનાં સાધનશક્તિમાં ધરખમ વધારો કરી શકે છે અને પિતાનું ભાવી ઉજ્જવલ બનાવી શકે છે.
શ્રી ગેપાલકૃણ ગેખલે ગરીબ ઘરમાં જમ્યા હતા. તેમને રાત્રિએ વાંચવા માટે દીવો કરવાની સગવડ ન હતી, એટલે શેરીઓના મ્યુનિસિપલ દીવાને ઉપયોગ કરતા હતા. પરંતુ તેઓ આશાનું અમૃત પીને ઉછર્યા હતા, એટલે પુરુષાર્થ ચાલુ રાખ્યું અને એક દિવસ ભારતના મહાન સેવક તરીકે ઝળકી ઉઠ્યા. તેમણે સ્થાપેલી “સર્વન્ટસ્ ઓફ ઈન્ડિયા સોસાયટી” આજે પણ સુંદર કામ કરી રહી છે.
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ એક સામાન્ય સ્થિતિના હરિજન કુટુંબમાં થયો હતો, પરંતુ તેઓ આશાવાદી હતા અને પુરુષાર્થ કરવા ટેવાયેલા હતા, તેથી અન્ય પાસેથી