________________
આશાવાદી બને
૧૦૫
તાત્પર્ય કે મનુષ્ય જ્યાં સુધી આશાવાદી હોય છે, ત્યાં સુધી આગળ વધે છે, સાહસ પણ ખેડે છે અને તેમાં પાર ઉતરી સિદ્ધિ કે સફલતા હાંસલ કરે છે પણ જ્યાં નિરાશાવાદ ઉત્પન્ન થયે–નિરાશા ઉત્પન્ન થઈ કે તે સલામતી શોધે છે, પીછેહઠ કરવા લાગે છે અને એમ કરતાં એવી સ્થિતિ આવી જાય છે કે જેને આપણે જીવનની નીચામાં નીચી પાયરી કહી શકીએ.
આશાવાદી મનુષ્ય જલતી ચિરાગ જેવો છે. તે આશાથી ઝળહળે છે અને પોતાના સહવાસમાં આવનાર અન્ય વ્યક્તિએને પણ આશાવાદી બનાવી દે છે. તેની વાતચીત, તેની પ્રવૃત્તિ, તેનો વ્યવહાર આશામય હોય છે અને તેથી તેની મિત્રતા કરીએ કે તેના સહવાસ-સમાગમમાં આવીએ તે આપણો આશાવાદ વૃદ્ધિ પામે છે અને તેથી આપણે સિદ્ધિ કે સફલતા ભણી બે મકકમ પગલાં વધુ ઝડપથી–વધુ જોરથી ભરી શકીએ છીએ. તાત્પર્ય કે તેથી નિતાંત લાભ જ થાય છે અને આપણે ઉજ્જવલ યશ તથા અનેરા લાભના અધિકારી બનીએ છીએ.
નિરાશાવાદી મનુષ્યની હાલત આથી ઉલટી છે. તેની ચારે બાજુ નિરાશાને અંધકાર છવાયેલો હોય છે, એટલે તે કઈ પણ વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતો નથી. તેને સમય અર્થાત્ જમાને ખરાબ લાગે છે, લેકે વિચિત્ર જણાય છે, વ્યાપાર-ધંધામાં કંઈ કસ જણાતું નથી અને થોડા જ વખતમાં દુનિયામાં મેટી ઉથલપાથલ થશે કે તેના પર કઈ