________________
૧૦૬
સંકલ્પસિદ્ધિ ઉલ્કાપાત ઉતરી પડશે, એમ લાગ્યા જ કરે છે. તમે એના સહવાસ–સમાગમમાં આવે તે તમારી આશામાં જરૂર ઓટ આવી જાય, તમારી પ્રગતિકારક જનાઓ બાબત તમે અવશ્ય શંકાશીલ બની જાઓ અને કોઈ પણ નવું સાહસ કરવાની હિમ્મત તો રહે જ નહિ!
એ નિરાશાવાદી મનુષ્યની વાતમાં ઘણા ભાગે તે કોણે પછાડ ખાધી? કેણું માર્યો ગે? કેનું અનિષ્ટ થયું? કોણે ક્વી રીતે નુકશાન કર્યું? એવી જ હકીકતની હારમાલા હોય છે અને તે આપણું આશારૂપી ઘાસની ગંજી ઉપર આગની ચીનગારીઓ ફેંક્તી હોય છે. તેમાં ક્યા શુભ પરિણામની આશા રાખી શકાય ? મતલબ કે આવાઓને સહવાસ-સમાગમ આપણે માટે ઘણો ખતરનાક નીવડે છે અને તે આપણું જીવનમાં નિરાશાને ગાઢ અંધકાર ફેલાવી દે છે, તેથી તેમને નવગજના નમસ્કાર કરવા જોઈએ, તેમનાથી બચીને ચાલવું જોઈએ.
સ્વામી રામતીર્થે કહ્યું છે કે “નિરાશા એ નિર્બન લતાનું ચિહ્ન છે.” | ડિઝરાયેલી નામના વિચારકે કહ્યું છે કે “નિરાશા 'એ મૂર્ખતાનું પરિણામ છે.” ! ગ્રેવિલ નામના તત્વચિંતકને એ અભિપ્રાય છે કે
લક જેમ શરીરને શૂન્ય બનાવી દે છે, તેમ નિરાશાનો ધકકો મનુષ્યના મસ્તિષ્કને શૂન્ય બનાવી દે છે.”
કેટલાક મનુષ્ય કહે છે કે “વાસ્તવમાં અમે કંગાલ